

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના કોંગ્રેસી ઉમેદવાર માટે રોડ- શો કરવા નીકળેલાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોદી પર વ્યંગ કરતાં કહ્યું હતું કે, મોદીજીને નહેરુ- ગાંધી પરિવાર માટે મનમાં ખાસ પૂર્વગ્રહ છે. તેમને મારે પૂછવુંછે કે, તમે દેશ માટે શું કર્યું.. વારંવાર વિદેશની યાત્રાઓ કરો છો.જે તે દેશના વડાપ્રધાન કે પ્રમુખને તમે ભેટો છો, ઉષ્માભેર મળો છો, શું તમે બનારસની નજીકના ગામના કોઈ ગરીબ વ્યક્તિને પ્રેમથી મળ્યો છો ખરા ?
રાહુલ ગાંધીનો જેટલો જોઈએ તેટલો પ્રભાવ તેમના પક્ષ પર પડ્યો નથી. આથી આગામી લોકરસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ બેઠકો પર જીત મળે, લોકો પ્રિયંકાના પ્રવચનો અને વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને કોંગ્રેસને મત આપે તેવી ગણતરી સાથે પ્રિયંકા ગાંધીનો કોંગ્રેસમાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે. પ્રિયંકા ગાધીના આગમનથી કોંગ્રેસને કેટલો લાભ થયો એ તો ચૂંટણીના પરિણામો 23મી મેના જાહેર થશે ત્યારબાદ જ જાણવા મળશે.