પ્રાઇડ ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ-૨૦૨૩: દેશ-વિદેશના મહાનુભાવોનું સન્માન

 

ગાંધીનગર: પ્રતિ વર્ષ ફીલિંગ્સ ‘પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ્સ’નું આયોજન કરવામાં આવે છે જેમાં વિશ્વભરના અનેક મહાનુભાવો, જેઓએ તેમના ક્ષેત્રમાં સિદ્ધિ અને નામના મેળવી છે, તેઓને આમંત્રિત કરી એવોર્ડ આપી સન્માન કરવાનું ઉમદા કાર્ય કરવામાં આવે છે. આ સન્માન સમારોહ નારાયણી હાઈટ્સ, અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યો હતો. આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં મુખ્ય અતિથિપદે ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અતિથિ વિશેષપદે પૂર્વ જજ પ્રદીપ ભટ્ટ, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ઈફકોના ચેરમેન દિલિપભાઈ સંઘાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઈ કથિરીયા, યુએસએથી પધારેલ ઉદ્યોગપતિ રાહુલ શુક્લ, નારાયણી હાઈટ્સના ચેરમેન ગોપીરામ ગુપ્તા, જાણીતા હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. 

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ડો. જગદીશ ત્રિવેદી, મેહુલ ધોળકિયા, ગીતા ગોરડિયા, પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ, તુષાર શુક્લ, પદ્મશ્રી ડો. સુધીર શાહ, રમણ પટેલ, ગુજરાત ટુરિઝમ (આલોક પાંડે), સુરેશ પટેલ, વાગલે કી દુનિયા ટીવી સિરિયલ, અભિલાષ ઘોડા, યશવંત શુક્લ, મહાવીર જૈન વિદ્યાલય, પ્રદીપ કંસાગરા, ડો. શૈલેષ ઠાકર, હરીશ ગોપીયાની, કલ્પના ગોપીયાની, હર્ષ ગોપીયાની સહિત અનેક દિગ્ગજ પર્સનાલિટીનું તેમના કાર્યક્ષેત્રમાં આપેલ વિશેષ યોગદાન બદલ ‘પ્રાઈડ ઓફ ઈન્ડિયા એવોર્ડઝ – ૨૦૨૩’ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 

કેન્યાના ઉદ્યોગપતિ અશોક શાહે વીડિયો સંદેશ મોકલાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વક્તવ્ય અને અભિવાદન સમયે સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો હતો. આ સમારોહમાં કેનેડા, કેન્યા, દુબઈ, મસ્કત, યુકે, યુએસએ, જાકાર્તા, જાપાન સહિત અનેક  દેશોમાંથી આમંત્રિત મહેમાનો પધાર્યા હતા અને કાર્યક્રમને મન મૂકીને માણ્યો હતો.

આ કાર્યક્રમ ‘ગુજરાત ટુરિઝમ’ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો હતો તેમજ નારાયણી હાઈટ્સના એસોસિએશન સાથે ભવ્ય આયોજન થયું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રાપ્તિ પંડ્યા તેમજ નિહારીકા દ્વારા કરવામાં આવ્યું હતું