પ્રસિધ્ધ અભિનેતા, નિર્માતા, નિ્રદેશક રાકેશ રોશનને અપાશે લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ

0
790

 

 જાણીતા  ફિલ્મ કલાકાર , નિર્માતા, પટકથા-લેખક, સંકલનકાર, સંપાદક રાકેશ રોશનને દાદાસાહેબ ફાળકે ફાઉન્ડેશન તરફથી લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવાની ધોષણા કરવામાં આવી હતી. ચાર દાયકાથી વધુ સમયથી ભારતીય ફિલ્મ ઉદ્યોગના ક્ષેત્રે નોંઘપાત્ર યોગદાન આપવા માટે તેમની એવોર્ડ દ્વારા સરૈહના કરવામાં આવી છે. હિન્દી ફિલ્મના પરદે સોહામણા અનો રોમેન્ટિક હીરોની ઈમેજ ધરાવતા રાકેશ રોશન જાણીતા સંગીતકાર રોશનના પુત્ર છે.રાકેશ રોશને આંખોઆંખોમે, પરાયાધન, ઘર ઘર કી કહાની, આંખમિચૌલી, ઝખ્મી, ખેલ ખેલ મેં, હત્યા, દેવતા, આહુતિ, કામચોર, શુભકામના સહિત અનેક ફિલામોમાં વિધ વિધ પ્રકારની ભૂમિકાઓ ભજવીને પ્રક્ષકોની પ્રશંસા મેળવી હતી. તેમની કારકિર્દીની ઉત્તરાવસ્થામાં તેમણે ખુદ ફિલ્મનું નિર્માણ કરીને પોતાના કલાકાર પુત્રને રૂપેરી પરદે પેશ કર્યો હતો. કહો ના પ્યાર હૈ નામની આ ફિલ્મ સુપર હિટ થઈ હતી. હૃતિક રોશનના અભિનયને પ્રેક્ષકે અને વિવેચકોએ ખૂબ વખાણ્યો હતો. હૃતિક એક જ ફિલ્મમાં અભિનય કરીને સુપર-સ્ટાર બની ગયો હતો. આ ફિલ્મનું નિર્દેશન રાકેશ રોશને કર્યું હતું. કલ્પનાશીલ અને ઘરેડથી અલગ વિષયની ફિલ્મો બનાવીને રાકેશ રોશને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે.