પ્રવાસી ભારતીય દિવસ : વારાણસીમાં 21 થી 23 જાન્યુઆરી 2019 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન

0
1911

ભારતના ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરનારી એતિહાસિક નગરી વારાણસીમાં 21થી 23 જાન્યુઆરી 2019 સુધી ત્રણ દિવસો માટે પ્રવાસી ભારતીયો ( એનઆરઆઈ) ને અનુલક્ષીને અનેક હેતુલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 22મી જાન્યુઆરીના દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉત્સવનો આરંભ કરવામાં આવશે. માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે વિશિષ્ટ કામગીરી બજાવનારા એનઆર આઈને એવોર્ડ એનાયત કરાશે. પ્રવાસી ભારતીય દિવસ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અત્યાર સુધીમાં  5802 એનઆરઆઈએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. પ્રયાગરાજમાં મકરસંક્રાન્તિથી આરંભ થયેલા કુંભમેળાની મુલાકાત લેવાનો લ્હાવો પણ એનઆરઆઈને મળશે. વિદેશોમાં વસતા ભારતીયોમાં પ્રવાસી ભારતીય દિવસ ખૂબ જ જાણીતો અને મહત્વનો અવસર ગણાય છે. એનઆર આઈ સમૂદાયમાં દુનિયાના જુદા જુદા દેશોમાં વસવાટ કરનારા ભારતીયોનો સમાવેશ થાય છે.