-પ્રયોગશીલ અને નવા નવા વિષયો ધરાવતી ફિલ્મમાં ભૂમિકા ભજવતા સફળ યુવા અભિનેતા આયુષ્માન ખુરાના આવી રહ્યા છે…ગે ની ભૂમિકામાં ..તમની ફિલ્મનું નામ છેઃ શુબ મંગલ જયાદા સાવધાન

 આયુષ્માન ખુરાના એક કુશળ અભિનેતા છે. એ દરેક ફિલ્મમાં નોખી- અનોખી ભિમિકા ભજવીને દર્શકોની પ્રશંસા હાંસલ કરી લે છે. સહજ અને વાસ્તિવક અભિનયવાળી તેમની ભૂમિકા તેમના પાત્રને જીવંત બનાવી દે છે. ફિલ્મ બધાઈ હો, દમ લગાકે હઈસા, બાલા ,અંધાધૂન એ વાત પૂરવાર કરે છે. પણ હવે આયુષ્માન ખુરાના એક સરસ અને પડકારરૂપ વિષય ધરાવતી ફિલ્મમાં ગે ની ભૂમિકા ભજવી રહ્યા છે. પોતાની કેફિયત રજૂ કરતા આયુષ્માને જણાવ્યું હતું કે, મને મારા ઘણા મિત્રો અને શુભચિંતકોએ ગે ભૂમિકા નહિ ભજવવાની સલાહ આપી હતી. પરંત હું મારા મનની વાત માનું છું. મેં આ પડકારરૂપ અને વિવાદાસ્પદ ભૂમિકા એટલા માટે સ્વીકારી કે એ માટે મને મારાં સ્વજનો મારા નિકટના સંબંધીઓએ- મારા પરિવારે સંપૂર્ણ સાથ આપ્યો. મારી દરેક પરિસ્થિતમાં મારો પરિવાર જ મારી સાથે હોય છે. એને કારણે જ મને હિંમત મળી હતી. મારો વિશ્વાસ મજબૂત થયો હતો અને મને  આ પડકારરૂપ અને વિવાદાસ્પદ પાત્ર ભજવવાની આત્મ- શક્તિ, હિંમત મળી હતી.