

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2019નો શુભારંભ થઈ ચૂક્યો છે. પ્રયાગરાજમાં ગંગા. યમુના, સરસ્વતીના સંગમસ્થળ પર નાગા બાવાઓ , પછી અન્ય અખાડાઓના સાધુ- સંતોના શાહી સ્નાન બાદ શ્રધ્ધાળુ ભક્તજનોનાો ક્રમ આવ્યો હતો. પરંપરા પ્રમાણે સૌ પ્રથમ મહાનિર્વાણી અખાડાના સાધુઓએ સવારે સાડા છવાગે શાહી સ્નાનનો લાભ લીધો હતો. ત્યાર પછી અટલ અખાડાના મહામંડલેશ્વર, મંડલેશ્વર, મહંત તેમજ શ્રીમહંતે સ્નાન કર્યું હતું. ત્યારબાદ નિરંજની અખાડા, આનંદ અખાડા, જૂના અખાડા, અગ્નિ અને આવાહન અખાડાએ શાહી સ્નાનનો લાભ લીધો હતો. ત્યારબાદ દિગમ્બર , નિર્મોહી અને નિર્વાણી અખાડાના સાધુ- સંતોએ શાહી સ્નાનનો લ્હાવો લીધો હતો. ત્યારબાદ બન્ને વૈરાગી અખાડા- નવા ઉદાસીન અખાડા અને બડા ઉદાસીન અખાડાના સાધુઓએ શાહી સ્નાન કર્યાબાદ અંતમાં નિર્મલ અખાડાના સાધુ- સંતોએ પાવનસ્નાનનો લાભ લીધો હતો. કુલ 55 દિવસ સુધી ચાલનારા આ અર્ધ મહાકુંભમાં આશરે 15 કરોડ દર્શનાર્થી લોકો આ સ્નાનનો લાભ લેશે.