પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન  કોરોના વાયરસ વુહાનની લેબોરેટરીમાંથી જ બહાર આવ્યો છે. મારી પાસે એના પુરાવા છે… 

0
1039

 

    પ્રમુખ ડોનાલ્ડ ટ્મ્પ કોરોનાના પ્રસાર માટે ચીનને જવાબદાર ઠેરવતા નિવેદનો વારંવાર કરી રહ્યા છે. ગત જાન્યુઆરીમાં તેમણે ચીનની કોરોના ને રોકવાના પ્રયાસ માટે તારીફ કરી હતી. પરંત હવે તેમનો મિજાજ બદલાયો છે. ગુરુવારે તેમણે કરેલા નિવેદનમાં તેમણે ચીન પર અનેક આક્ષેપો મૂક્યા હતા. તેમણે કહ્યું હતું કે, વુહાન ઈન્સ્ટીટયૂટ ઓફ બાયોલોજીની લેબોરેટરીમાંથી જ આ કોરોના વાયરસનું સર્જન થયું છે. મારી પાસે મારી વાતને પુરવાર કરવા અનેક પુરાવાછે.પરંતુ એ અંગે વધુ જાણકારી આપવાની મને પરવાનગી નથી એટલે હું વધુ કંઈ કહી શકતો નથી. હું બધી ખાત્રી કર્યા બાદ જ કહી રહ્યો છું કે, વુહાન લેબ . સાથે આ વાયરસનું કનેકશન છે. ચીન પર નવો ટેરિફ લગાવવાની પણ તેમણે વાત કરી હતી. કોરોનાને કારણે અમેરિકામાં 62,000થી વધુ લોકોનાં મોત થયાં છે. અમેરિકામાં અંદાજે 10 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયાં છે. દિન – પ્રતિદિન પરિસ્થિતિ બગડતી રહી છે. પ્રમુખપદની ચૂંટણી અને પ્રચાર- બન્ને પણ તેમની જવાબદારી છે. 

                     દરમિયાન who પર ચીનની તરફદારી કરવાનો આક્ષેપ પણ મૂકવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ હતું કે,  એ શરમાવું જોઈએ. તેણે ચીન માટે જનસંપર્ક અધિકારીની ફરજ અદા કરી, સાચી  હકીકત છુપાવી છે. વીએચઓએ કોરોનાની જાણકારી  દુનિયાને ઉપલબ્ધ નાકરાવી  એ અતિ શરમજનક છે. ટ્રમ્પ પ્રશાસન એની ભૂમિકા અંગે , કામગીરી અંગે તલસ્પર્શી તપાસ કરી રહ્યું છે. આ વૈશ્વિક સંસ્થાને અમેરિકા તરફથી આપવામાં આવતું ફંડ પણ કામચલાઉ ધોરણે રોકી દેવામાં આવ્યું છે. 

  જોકે યુએસની ઈન્ટેલિજન્સ એજન્સી કહે છેકે, કોરોના વાયરસ એ માનવસર્જિત નથી. કોઈ લેબમાં જેને ચિફ મોડિફિકેશનથી એ બનાવવામાં નથી આવ્યો.