પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર એચ-1 બી વિઝા ધરાવનારાઓના જીવનસાથીઓને માટે અપાતી વર્ક પરમિટની પધ્ધતિ બંધ કરવાનું આયોજન કરી રહ્યું છે.

0
898

        અમેરિકા હવે એચ-1બી વિઝા ધારકોને અગાઉના પ્રમુખ બરાક ઓબામાએ આપેલી વિશેષ સવલત બંધ કરવા માગે છે. આથી આ વિઝા ધરાવનારી વ્યક્તિના જીવનસાથી અમેરિકામાં કાયદેસર નોકરી કરવાનો હક નહિ મેળવી શકે.જીવનસાથીને અમેરિકામાં નોકરી કરવા માટે હવે વર્ક પરમિટ નહિ અપાય.જો આ લાભ મેળવી રહ્યા છે, તેમની સવલત પણ ઉપરોકત નિયમ અમલમાં આવતાની સાથે જ બંધ કરવામાં આવશે. ટ્રમ્પના આ કાનૂનની સૌથી વધુ અસર ભારતીયોને થશે. એચ-1બી વિઝાધારકોના 71000થી પણ વધુ જીવનસાથીઓને આ પ્રકારના વિઝા આપવામાં આવ્યા હતા. અમેરિકામાં બીજી એપ્રિલ 2018થી એચ-1બી વિઝા અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. એચ-1બી કેપ પિટિશન પ્રિમિયમ પ્રોસેસને સપ્ટેમ્બર મહિના સુધી બંધ રખાયો છે. અમેરિકાના વહીવટીતંત્રના ઈમિગ્રેશન વિષયક કાનૂનની સૌથી વિપરીત અસર ભારત અને ચીનને થશે એવું માનવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here