પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ‘આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન’નો પ્રારંભ

 

અમદાવાદઃ અમદાવાદમાં પ. પૂ. મહંતસ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન મહોત્સવ યોજાયો હતો. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં અનેકવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કાર્યક્રમો ધબકતા થયા છે. પ્રમુખસ્વામી નગરના દર્શન માટે અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટી રહ્ના છે. સ્વયંસેવકોના અદ્દભૂત શિસ્ત અને સમર્પણથી સમગ્ર નગર ઉત્કૃષ્ટ વ્યવસ્થાના આદર્શરૂપ બન્યું છે.

ભારતના ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને વિખ્યાત ઔદ્યોગિક ગૃહોના વડા પ્રમુખસ્વામી નગરના દર્શનાર્થે પધાર્યા હતા. જેઓ આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલનમાં સંમિલિત થયા હતા. આ પ્રસંગે કાર્યક્રમમાં વિવિધ પ્રસ્તુતિ દ્વારા પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજનું સમગ્ર જીવન માનવમાત્રના ઉત્કર્ષ માટે સમર્પિત, તેઓના નેતૃત્વ હેઠળ બીઍપીઍસ સ્વામિનારાયણ સંસ્થા માનવ ઉત્કર્ષનું વૈશ્વિક આંદોલન બનીને આધ્યાત્મિક, સામાજીક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહ્નાનું દર્શાવવામાં આવ્યંં હતું.

ભગવાનના નામસ્મરણ સાથે સભા પ્રારંભ થયો હતો. સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. આનંદસ્વરૂપ સ્વામી અને પૂ. ડોકટર સ્વામી દ્વારા પ્રમુખસ્વામી મહારાજના માનવ ઉત્કર્ષના ભગીરથ કાર્યો, માનવ ઉત્કર્ષ માટે આધ્યત્મિક માર્ગદર્શકની ભૂમિકા અને અનિવાર્યતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સંમેલનમાં અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના ડિરેકટર-મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઍવા પરિમલ નથવાણી, જીઍમઆર ગૃપના ચેરમેન જી. ઍમ. રાવ, ઝાયડસ કેડીલાના ચેરમેન પંકજભાઇ પટેલ, ટોરેન્ટ ગૃપના સુધીર મહેતા, સન ફાર્માસ્યુટીકલ્સના મેનેજીંગ ડિરેકટર દિલીપ સંઘવી, હીરો ઇલેકટ્રીક-ઍકસપોર્ટસના ચેરમેન વિજય મુંજાલ વગેરે હાજર રહ્ના હતા. 

મહાનુભાવોના સ્વાગત, પરિચય બાદ રાજસ્થાનનું પ્રસિદ્વ ‘તેરા તાલી’ નૃત્યની રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. પ. પૂ. મહંત સ્વામી, સંસ્થાના વરિષ્ઠ સંતો, ગૃહમંત્રી અમિત શાહ અને ઉદ્યોગપતિઓ દ્વારા માનવ ઉત્કર્ષ સંમેલનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રીઍ પ્રમુખસ્વામી મહારાજના ભવ્ય જીવન કાર્યને અંજલિ અર્પી હતી. મારા જીવનમાં અનેક ઉતાર-ચડાવમાં સૌથી પહેલા જો કોઇનો ફોન આવ્યો હોય તો તે પ્રમુખસ્વામી મહારાજના હતા. માનવજીવનના ઉત્કૃષ્ટ મૂલ્યોનો પ્રમુખસ્વામી નગરમાં સંગમ છે. વેદો, ઉપનિષદોના જટિલ જ્ઞાનને અને ભગવાન સ્વામિનારાયણની આ જ્ઞાન પરંપરાને સરળ રૂપે સંસારને આપવાનું, કરોડો લોકો સુધી પહોંચાડવાનું સૌથી ઉત્તમ કાર્ય પૂ. પ્રમુખસ્વામી મહારાજે કર્યુ છે. 

આ પ્રસંગે પ. પૂ. મહંત સ્વામીઍ આશીર્વચન પાઠવતા કહ્નાં હતું કે, પ્રમુખસ્વામી મહારાજે સર્વ માનવીઓને પ્રેમ આપ્યો છે. સર્વમાં આપણે ગુણ જોવો, આપણે જે કરવાનું છે તેના પર તાન રાખવું જોઇઍ તો આગળ વધાય. પ્રમુખસ્વામી મહારાજના યોગમાં આવેલ સર્વને તેમણે આ રીતે આગળ વધાર્યા.