પ્રધાનમંત્રી મોદી અને જો બાઈડેન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા

 

ટોક્યોઃ જાપાનના ટોક્યોમાં ક્વાડ સમિટનું આયોજન થયું હતું. ટોક્યોમાં વિશ્વના ધુરંધર નેતાઓની આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર હતી. ક્વાડના સભ્ય દેશોના નેતાઓની બેઠક બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજા હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચે ભરોસાની મિત્રતા છે. ભારત અને અમેરિકાની રણનીતિક ભાગીદારી સાચા અર્થમાં એક વિશ્વાસની ભાગીદારી છે. અનેક ક્ષેત્રોમાં અમારા આ સરખા હિતોએ વિશ્વાસના સંબંધને મજબૂત બનાવ્યો છે. વેપાર અને રોકાણમાં પણ સતત વધારો થયો છે. જો કે આ અમારી તાકાત કરતા ઘણો ઓછો છે. તેમણે કહ્યું કે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારી વચ્ચે ઈન્ડિયા-શ્લ્ખ્ ઈન્વેસ્ટમેન્ટ ઈન્સેન્ટિવ એગ્રીમેન્ટથી રોકાણની દિશામાં મજબૂત પપ્રગતિ જોવા મળશે. ટેક્નોલોજી ક્ષેત્રે અમે દ્વિપક્ષીય સહયોગ વધારી રહ્યા છીએ અને વૈશ્વિક મુદ્દાનઓ ઉપર પણ પરસ્પર સમન્વય કરી રહ્યા છીએ.