
અમદાવાદઃ નવી દિલ્હીમાં નવનિર્મિત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ મામલે ઍક મોટા સમાચાર મળી રહ્ના છે. નોલેજ પાર્ટનર તરીકે વડોદરાની MOU યુનિવર્સિટીના કરાર થયા છે. મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અને કેન્દ્ર સાથે મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીના પ્બ્શ્ કરવામાં આવ્યા છે. જાણવા મળી રહ્નાં છે કે અહીં મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકો મહત્વની કામગીરી નિભાવશે.
રાજ્યના શિક્ષણમંત્રીઍ ઍક ટ્વીટ કર્યું છે. જેમાં જીતુ વાઘાણીઍ જણાવ્યું છે કે, આપણા સૌ માટે ગર્વની વાત છે કે નિર્માણ પામી રહેલા સંસદભવન જે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે તેના નોલેજ પાર્ટનર તરીકે મિનિસ્ટરી ઓફ કલ્ચર, ભારત સરકાર અને બરોડાની ઍમઍસ યુનિવર્સિટી વચ્ચે પ્બ્શ્ થયા છે ત્યારે હું યુનિવર્સિટીના ઉપ-કુલપતિ, કર્મચારીઓ અને વિધાર્થીઓને અભિનંદન પાઠવું છું.
આપણા સૌ માટે ગર્વની વાત છે કે નિર્માણ પામી રહેલા સંસદભવન જે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે તેના નોલેજ પાર્ટનર તરીકે મિનિસ્ટરી ઓફ કલ્ચર, ભારત સરકાર અને બરોડાની ઍમઍસ યુનિવર્સિટી વચ્ચે પ્બ્શ્ થયા છે ત્યારે હું યુનિવર્સિટીના ઉપ-કુલપતિ, કર્મચારીઓ અને વિધાર્થીઓને અભિનંદન પાઠવું છું.
મહત્વનું છે કે, નિર્માણધીન સંસદભવન ‘સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ’ તરીકે ઓળખાય છે. તે માટે નોલેજ પાર્ટનર તરીકે મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી સાથે પ્ંશ્ કરવામાં આવ્યા છે. જેમાં સંસ્કૃત, ટ્રેડિશનલ સ્ટડીઝ, વૈદિક સ્ટડીઝ, હિન્દુ સ્ટડીઝ, ભાતીગળ વાર્તા કથન, ઓરલ સ્ટડી, મેનુ સ્ક્રિપ્ટ લિપિ, ટ્રેડિશનલ નોલેજ સિસ્ટમ, ભાતીગળ નૃત્ય કલા, કલ્ચરલ ઇન્ફોર્મેશન, પર્ફોર્મિંગ આર્ટ્સ અને ફાઇન આર્ટસને લગતા વિવિધ વિષયો ઉપર પસંદગી કરવામાં આવી છે.
મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી અને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર વચ્ચે ૩ જૂને પ્બ્શ્ થયા છે. આ પ્રસંગે ઍમ.ઍસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આપણા માટે ગૌરવની વાત છે કે યુનિવર્સિટી અને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર વચ્ચે ઍક પ્બ્શ્ સાઇન કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, સેન્ટ્રલ વિસ્ટામાં પ્રધાનમંત્રી મોદીના આગ્રહથી સમગ્ર દેશનું આર્ટવર્ક તેમાં સામેલ કરવાનું છે. જેમાં ઍમઍસ યુનિવર્સિટીને નોલેજ પાર્ટનર તરીકે પસંદગી કરવામાં આવી. આ બિલ્ડિંગમાં જુદાજુદા આર્ટવર્ક માટે યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકો કામગીરી કરશે