પ્રધાનમંત્રી મોદીઍ બદલી દેશની રાજનીતિઃ જેપી નડ્ડા

 

નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના આઠ વર્ષ પૂરા થઈ ગયા છે. આ તકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાઍ કેન્દ્રીય મંત્રી અને સંગઠનના પદાધિકારીઓ સાથે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્નાં કે મોદી સરકાર સુશાસન, સેવા અને ગરીબ કલ્યાણના મૂળ મંત્ર પર કામ કરી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્નાં કે, સમાજના છેલ્લા વ્યક્તિ સુધી સરકારી યોજનાનો લાભ પહોંચી રહ્ના છે. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પત્રકારો સાથે વાત કરતા કહ્નાં કે, પહેલા યોજનાઓ માત્ર કાગળ પર બનતી હતી અને ત્યાં લાગૂ થતી હતી. પરંતુ આજે જાહેરાતથી લઈને અંત સુધી તેનું મોનિટરિંગ થઈ રહ્નાં છે, જેથી દરેક યોજનાનો લાભ જનતા સુધી પહોંચી શકે. પ્રધાનમંત્રી મોદીઍ દેશની રાજનીતિની, સંસ્કૃતિને બદલી છે સાથે સરકારના કામકાજની રીતમાં પણ પરિવર્તન આવ્યું છે. 

જેપી નડ્ડાઍ કહ્ના કે, પાછલી સરકારે ૭૦ વર્ષમાં શિક્ષણ વિભાગે ૬.૩૭ લાખ પ્રાથમિક શાળાઓ બનાવી હતી. પરંતુ મોદી સરકારના ૮ વર્ષના કાર્યકાળમાં ૬.૫૩ લાખ પ્રાથમિક વિદ્યાલય બની છે. યુનિવર્સલ ઍજ્યુકેશનની દ્રષ્ટિઍ આપણે આગળ વધી રહ્નાં છીઍ. સરકારની ગરીબ કલ્યાણ અન્ન યોજનાની વિશ્વ સ્તરે પ્રશંસા થઈ છે. કોરોના સંકટ વચ્ચે સ્વાસ્થ્ય સંબંધી સમાધાનની સાથે કોઈ દેશે આર્થિક મામલાને પણ હલ કર્યો હોય તો તે ભારત છે. સરકારે બે વર્ષમાં આશરે ૮૦ કરોડ ગરીબોને ફ્રી રાશન આપ્યું છે. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્ના કે, કિસાન સન્માન નિધિ હેઠળ અત્યાર સુધી પ્રધાનમંત્રીઍ દર વર્ષે ૨-૨ હજાર રૂપિયાના ત્રણ હપ્તાના રૂપમાં અત્યાર સુધી ૧૦ હપ્તા આપ્યા છે અને ૧ લાખ ૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ અત્યાર સુધી કરવામાં આવ્યો છે. તેમણે કહ્નાં કે પ્રધાનમંત્રી મોદી ૧૧મો હપ્તો જારી કરશે