પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાલુપુર સ્ટેશનથી મેટ્રોના ફેઝ-૧નું લોકાર્પણ કર્યુ

 

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શ‚આત કરાવવાની સાથે જ મેટ્રો ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી. આ સાથે જ તેમણે મેટ્રો ફેઝ-૧નું લોકાર્પણ કર્યું છે. આ મેટ્રો ટ્રેન બીજી ઓક્ટોબરથી સામાન્ય નાગરિકો માટે દોડવા લાગશે. 

થલતેજ-વસ્ત્રાલ ‚ટની ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો ૨૧.૧૬ કિમી સુધીનો ‚ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં ૬.૫૩ કિમીના અંડરગ્રાઉન્ડ ‚ટ પર મેટ્રો ટ્રેન દોડશે. અંડરગ્રાઉન્ડ ‚ટમાં કુલ ૪ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે.

થલતેજ-વસ્ત્રાલ ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં થલતેજ ગામ, થલતેજ, દૂરદર્શન, ગુ‚કુલ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, સરદાર પટેલ સ્ટેડિયમ, શાહપુર, ઘીકાંટા, કાલુપુર સ્ટેશન, કાંકરિયા ઈસ્ટ, એપરલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ ગામને આવરી લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here