પ્રધાનમંત્રીઍ ૧, ૨, ૫, ૧૦ અને ૨૦ના નવા સિક્કા બહાર પાડ્યાં

Twitter

 

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઍ આઝાદી કા અમૃત મહોત્સવને સમર્પિત ઍક, બે, પાંચ, દસ અને વીસ રૂપિયાના નવા સિક્કા લોન્ચ કર્યા. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીઍ ક્રેડિટ લિંક્ડ સરકારી યોજનાઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ જન સમર્થન પોર્ટલનો પણ શુભારંભ કર્યો. 

પ્રધાનમંત્રી મોદીઍ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં નાણા મંત્રાલય અને કોર્પોરેટ મામલાના મંત્રાલયના પ્રતિષ્ઠિત Iconic Week Celebrationનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પ્રધાનમંત્રીઍ ૧, ૨, ૫, ૧૦ અને ૨૦ રૂપિયાના સિક્કાની ખાસ શ્રેણી પણ લોન્ચ કરી. સિક્કા લોન્ચ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીઍ કહ્નાં કે આ નવા સિક્કા દેશના લોકોને સતત અમૃતકાળના લક્ષ્યની યાદ અપાવશે અને તેમને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન માટે પ્રેરિત કરશે. આ સિક્કા ખુબ જ ખાસ છે કારણ કે આ સ્પેશિયલ સિરીઝના સિક્કાને નેત્રહીન પણ સરળતાથી ઓળખી શકશે. પ્રધાનમંત્રી દ્વારા આ જાણકારી શેર કરવામાં આવી હતી. આ સિક્કા ઓ પર ખ્ધ્ખ્પ્નો લોગો હશે. પ્રધાનમંત્રીના નિવેદનમાં કહેવાયું કે સિક્કાની આ સ્પેશિયલ સિરીઝમાં AKAM લોગોની થીમ હશે અને દ્રષ્ટિહીન વ્યક્તિઓ પણ સરળતાથી ઓળખી શકશે.

પ્રધાનમંત્રી મોદીઍ કહ્નાં કે છેલ્લા કેટલાક વર્ષોમાં મંત્રાલય અને કોર્પોરેટ મંત્રાલયે પોતાના કાર્યો દ્વારા યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો દ્વારા પોતાની ઍક લેગસી બનાવી છે. ઍક સારી સફર કરી છે. તમે બધા આ વારસાનો ભાગ છો. દેશના નાગરિકોના જીવનને સરળ બનાવવાનું હોય કે દેશની અર્થવ્યવસ્થાને સશક્ત બનાવવાની હોય, છેલ્લા ૭૫ વર્ષમાં અનેક સાથીઓઍ તેમાં ખુબ યોગદાન આપ્યું. આજે અહીં રૂપિયાની ગૌરવશાળી યાત્રાને પણ દેખાડવામાં આવી. આ સફરથી પરિચિત કરાવનારા ડિજિટલ પ્રદર્શનની પણ શરૂઆત થઈ અને આઝાદીના અમૃત મહોત્સવ માટે સમર્પિત નવા સિક્કા પણ બહાર પાડવામાં આવ્યા. 

આઝાદીનો આ અમૃત મહોત્સવ ફક્ત ૭૫ વર્ષનો ઉત્સવ માત્ર નથી, પરંતુ આઝાદીના નાયક, નાયિકાઓઍ આઝાદ ભારત માટે જે સપના જોયા હતા, તે સપનાને પૂરા કરવા, તે સપનામાં નવું સામર્થ્ય ભરવું અને નવા સંકલ્પોને લઈને આગળ વધવાની પળ છે. આઝાદીના લાંબા સંઘર્ષમાં જેણે પણ ભાગ લીધો તેમણે આ આંદોલનમાં નવા ડાયમેન્શનને જોડ્યાં અને તેની ઉર્જા વધારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here