પ્રથમ વાર પૃથ્વીના વાતાવરણમાં ઈલેક્ટ્રોન વાવાઝોડું જોવા મળ્યું!

 

વોશિંગ્ટનઃ ધરતી પર સમુદ્રમાંથી ઊઠતા વાવાઝોડા-હેરિકેનની આપણને નવાઈ નથી. પરંતુ અવકાશમાં આવા વાવાઝોડાંનો પ્રથમ પુરાવો વિજ્ઞાાનીઓના હાથમાં આવ્યો છે. ઉત્તર ધુ્રવના આકાશમાં વિજ્ઞાાનીઓને સ્પેસ હેરિકેન જોવા મળ્યું છે. આ હેરિકેન પ્લાઝમાનું બનેલું છે. ધરતી પરનું વાવાઝોડું પાણી વરસાવે, તો આ વાવાઝોડું ઈલેક્ટ્રોનનો વરસાદ વરસાવે છે.

નેચરમાં પ્રગટ થયેલા અભ્યાસપત્રમાં વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે મંગળ, શનિ, ગુરુ વગેરે ગ્રહ પર આવા વાવાઝોડા મળ્યાં છે. ધરતી પરનો આ પ્રથમ પ્રસંગ છે. આ વાવાઝોડું પ્રથમવાર ચીની સંશોધકોના ધ્યાને આવ્યું હતું. એ પછી વિશ્વના વિજ્ઞાાનીઓએ અભ્યાસ કરીને તેની થ્રીડી ઈમેજ તૈયાર કરી હતી.

હજાર કિલોમીટરમાં ફેલાયેલું આ વાવાઝોડું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે. અવકાશમાં રહેલા ઉપગ્રહોને આ વાવાઝોડું અસર કરે છે અને અવકાશના વાતાવરણ તથા અન્ય પરિબળો પણ તેનાથી અસરગ્રસ્ત થાય છે. સ્પેસ હેરિકેન હોવા અંગે વિજ્ઞાનીઓ ૧૯૫૦થી ચર્ચા કરતા હતા. તેના નક્કર પુરાવાઓ હવે ટેકનોલોજી વિકસતા મળવા લાગ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here