પ્રતિભાસંપન્ન કલાકાર નેશનલ એવોર્ડ વિનર આયુષ્માન ખુરાના કહે છેઃ હું આમિર ખાન સરનો ચાહક રહ્યોછું , . હું હંમેશા તેમની પાસેથી કશુ ને કશું શીખતો જ રહીશ.

0
1121

આજકાલ આયુષ્માન ખુરાનાની બોલીવુડમાં બોલબાલા છે. તેની એક પછી એક ફિલ્મ સુપર હિટ થઈ રહી છે. અંધાધૂન, બધાઈ હો, આર્ટિકલ 15, ડ્રીમ ગર્લ અને બાલા.. આયુષ્માન વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવે છે. પોતાની ક્ષમતાની કસોટી કરે છે અને તેની દરેક ભૂમિકા વખણાય છે, એના અભિનયની લોકો પ્રશંસા કરે છે. તાજેતરમાં આયુષ્માને જણાવ્યું હતું કે, તે કોઈ પણ ફિલ્મને સાઈન કરતાં પહેલાં પોતાની ભૂમિકાની તેમજ ફિલ્મના વિષયની ચકાસણી કરે છે. આમિરખાન સરની  એજ રીત છે. જે મને બહુ સ્પર્શે છે. હું એ જ અપનાવી રહ્યો છું. હુ આમિર ખાનની ફિલ્મોનો ચાહક રહ્યો છું. તેઓ આપણા ભારતીય ફિલ્મ જગતનું ગૌરવ છે. તેઓ મારા માટે મહાન પ્રેરણા સ્ત્રોત છે. હું તેમને ફિલ્મ દંગલના સેટ પુર મળ્યો હતો. તેમના વિચારો અને તેમની સ્પષ્ટ અને સરલ જીવનશૈલીથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું.