પ્રતિભાસંપન્ન અભિનેતા રણબીર કપુર કોરોના પોઝિટિવઃ માતા નીતુ કપુરે સમાચારની  પુષ્ટિ કરી…

 

     બોલીવુડના અનેક કલાકારો કોરોનાના સકંજામાં આવી ગયા હોવાનું આપણે જાણીએ છીએ. મહાનાયક અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, વરુણ ધવન વગેરે કલાકારો કોરોના પોઝિટિવ બન્યા હતા, ને અનિવાર્ય સારવાર ને સાવચેતી રાખીને આખરે સાજા થઈ ગયા હતા. હવે તાજેતરમાં મળેલા સત્તાવાર સમાચાર અનુસાર,રણબીર કપુરના અંકલ રણધીર કપુરે જણાવ્યું હતું કે, રણબીરની તબિયત સારી નથી, કદાચ એ કોરોના થયો છે. બોલીવુડના સમાચાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણબીરે હાલમાં જ એને કોરોના અંગેનો ટેસ્ટ કરાવ્યો હતો , જે પોઝિટિવ હોવાનું કહેવામાં આવ્યું હતું. ઉપરોક્ત સમાચારની પુષ્ટિ કરતાં રણબીરનાં માતા નીતુ કપુરે જણાવ્યું હતું કે, રણબીર કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ સાચો છે. હાલમાં તેની સારવાર ચાલી રહી છે. એને ઘરમાં કવેોરેન્ટાઈન કરવામાં આવ્યો છે. રણબીર કપુરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ટૂંક સમયમાં રજૂ થવાની છે. કરણ જોહર આ ફિલ્મમાં તેમની સાથે આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન અને મૌની રોય ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન રણબીર કપુરના મિત્ર અયાન મુકરજીએ કર્યું છે. 

 સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જાણીતા નિર્દેશક અને નિર્માતા સંજય લીલા ભણસાળી તેમજ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ કોરોના પોઝિટિવ થયા હોવાથી હાલમાં તેમની સારવાર ચાલી રહી છે અને આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂંટિંગ મુલત્વી રાખવામાં આવ્યું છે.