પ્રતિભાશીલ આલિયા ભટ્ટ સંજય લીલા ભણશાલીની ફિલ્મમાં ભૂમિકા ભજવશે

0
60

કલાત્મક કથા ફિલ્મોનું નિર્માણ કરનારા સર્જનશીલ અને કલ્પનાશીલ દિગ્દર્શક સંજય લીલા ભણશાલીની આગામી ફિલ્મમાં કદાચ આલિયા ભટ્ટ હીરોઈનની ભૂમિકા ભજવે એવી સંભાવના છે. તાજેતરમાં જ આલિયા અને સંજય વચ્ચે થયેલી મીટિંગમાં એ અંગે ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. હાલમાં બે સપ્તાહ અગાઉ રજૂ થયેલી આલિયા ભટ્ટની ફિલ્મે ટિકિટબારી પર 100 કરોડથી વધુ કમાણી કરી લીધી હોવાના અહેવાલ છે. હાલમાં અયાન મુખરજી નિર્દેશિત ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં આલિયા ભટ્ટ અને રણવીર કપુર ભૂમિકા ભજવી રહ્યા છે…આલિયાના અભિનય પ્રતિભાના માત્ર દર્શકો જ નહિ, ફિલ્મ વિવેચકો પણ મોંફાટ વખાણ કરે છે. હાઈવે, ઉડતા પંજાબ એના ઉદાહરણો છે..