પ્રતિભાશાળી  યુવા ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પાછળ કયું કારણ જવાબદાર હતું તેની ન્યાયિક તપાસ થવી જોઈએઃ ભાજપના સાંસદ નિશિકાન્ત દુબેની માગણી 

Handout photo of Sushant Singh Rajput.

 

      યુવા ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે  મુંબઈમાં તેમના નિવાસ્થાને કરેલી આત્મહત્યાની ઘટનાથી સમગ્ર બોલીવુડમાં હલચલ મચી ગઈ છે. બોલીવુડમાં ચાલતા નેપોટિઝમ  તેમજ ફિલ્મમાં ભાઈ- ભત્રીજાવાદ, સગાવાદ અને કેમ્પવાદથી સહુ કોઈ પરિચિત છે. કરણ જોહર સહિત કેટલાક અગ્રણી ફિલ્મ- સર્જકો ઈન઼્ડસ્ટ્રીમાં એકહથ્થુ સાશન ચલાવી રહ્યા છે. એમાં બહારથી પોતાની અભિનયક્ષમતા અને પ્રતિભાને જોરે પ્રવેશ કરનારા યુવા કલાકારોને હંમેશા બોલીવુડમાં ચાલતા માફિયાવાદને સામનોકરવો પડે છે. સુશાંત સિંહની અગાઉ પણ અનેક આશાસ્પદ કલાકારોના સપનાઓ આ ફિલ્મી માફિયાની દાદાદાગીરીથી ચકનાચુર થઈ ગયાના અનેક ઉદાહરણો મોજૂદ છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની ઘટના અંગે સોશ્યલ મિડિિયા પર દર્શકો, બોલીવુડના કસબીઓ તેમજ આમ જનતાના પ્રતિનિધિઓ પોતાના મત- અભિપ્રય, વિચારો પેશ કરી રહ્યા છે. કંગના રનૌત, અભિનવ સિંહ  કશ્યપ તેમજ અન્ય સેલિબ્રિટીઝ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહયા છે. ભાજપના સાંસદ નિશિકાન્ત દુબેએ ન્યાયપૂર્ણ તપાસની માગણી કરી છે. સુશાંતસિંહ રાજપૂતનું મૃત્યુ એ આત્મહત્યા હતી કે હત્યા- તે અંગે સરકારે તપાસ કરાવવી જોઈએ એ માગણી હવે ઠેર ઠેરથી કરવામાં આવી રહી છે. લોકો સોશ્યલ મિડિયા પર પોતાના પ્રતિભાવ વ્યક્ત કરી રહયા છે. આ માહોલમાં સાંસદ નિશિકાન્ત દુબેએ પૂર્વાંચલના કલાકારોને સંઘર્ષનું બ્યુગલ ફુંકવા માટે આવાહન કર્યું હતું.તેમણે જણાવ્યું હતું કે, બોલીવુડમાં ચાલતી આ માફિયાગીરી અને સિન્ડિ્કેટને ખતમ કરવી જોઈએ. સાંસદ દુબેજીએ એક વિડિયો જારી કરીને કહ્યું હતું કે, હું અંદરથી હચમચી ગયો છું. આ કયા પ્રકારની ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે… જે પ્રતિભાવાન યુવા કલાકાર – કસબીઓ પૂર્વાંચલ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ ,છતીસગઢના વિસ્તારોમાંથી મુંબઈ આવે છે તેમને હતોત્સાહ કરવા માં આવેછે, તેમને કામ નથી અપાતું, તેમની મજાક- હાંસી ઉડાવવામાં આવો છે. તેમની હિંમતને તોડી નાખવામાં આવે છે. તેમની પાસે મજૂરીનું કામ કરાવાય છે. ભાજપના સાંસદે એવો આરોપ લગાવ્યો હતો કે, મુંબઈના ફિલ્મ – ઉધ્યોગમાં ચાલતા આ ભાઈ- ભત્રીજાવાદે અનેક લોકોના જીવન બરબાદ કર્યા છે. કોઈ બહારની વ્યક્તિને પ્રવેશ નથી મળતો. ફિ્લ્મોના નિર્માઁણમાં માફિ્યાવાદ છે. બહારના કલાકારોને તક આપવામાં આવતી નથી. આથી કલાકાર પોતાની જાતને ઉપેક્ષિત ગણીને આત્મહત્યાનું પગલું લેવા મજબૂર થાય છે.સાંસદ દુબેઓ જણાવ્યું હતું કે, હું મારા પૂર્વાંચલના કલાકારોને વિનંતી કરું છું કે,  બધા મળીને સરકાર પર દબાણ લાવો. તેમણે મહારાષ્ટ્રના પોલીસતંત્રને પણ કરી હતી કે, જે પ્રો઼્ડયુસરોે સુશાંતનો પોતાની ફિલ્મમાં બૉયકોટ કર્યો હતો , તેમની સામે તપાસ કરવામાં આવવી જોઈએ. જે નિર્માતાઓ કે અગ્રણી ફિલ્મ-સર્જકોએ તેને હેરાન કરવાની કોશિશ કરી હતી , તે દરેકની સામે એફઆઈઆર દાખલ કરવી જરૂરી છે. પ્રોફેશનલ રાયવલરીને કારણે જ સુશાંત સિંહ ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. છેલ્લા કેટલાક સમયથી એ ડિપ્રશનને મટાડવામાટે સારવાર પણ લઈ રહ્યો હતો. બોલીવુડમાં વકરી રહેલા જૂથવાદ સામે માથુ ઊચકવાનો આ ખરો સમય છે એવું અનેક લોકો માની રહ્યા છે.