

બોલીવુડના યુવાન અને પ્રતિભાસંપન્ન અભિનેતા આયુષ્માન ખુરાનાએ અત્યાર સુધીમાં જે ફિલ્મોમાં ભૂમિકા ભજવી છે તેમાં તેમને અભિનય અસરકારક રહ્યો છે. પોતાની ભૂમિકામાં ઓતપ્રોત થઈને તેઓ સહજ અભિનયથી પાત્રને જીવંત કરી દે છે. દમ લગા કે હઈસા હોય કે વિકી ડોનર હોય- તેમની ભૂમિકા યાદગાર બની જાય છે. આયુષ્માન સૂરીલો કંઠ અને સંગીતની સમજ ધરાવતા ગાયક પણ છે. બદલાપુર ફિલ્મના ડિરેકટર શ્રીરામ રાઘવનની આગામી ફિલ્મમાં તેઓ સંગીતકારની ભૂમિકા ભજવી રહ્યા છે. આયુષ્માને એ માટે પિયાનો વગાડવાની તાલીમ લીધી હતી. પોતાની આ ફિલ્મ માટે આયુષ્માન ખૂબ આશાવાદી છે