પ્યાર કા પંચનામા અને સોનુ કે ટીટૂકી સ્વીટી જેવી ફિલ્મોના સર્જક લવરંજનની ફિલ્મમાં રણબીર કપુર મુખ્ય ભૂમિકા ભજવશે

0
924

હાલમાં રણબીર કપુરની કેરિયરનો સારો તબક્કો ચાલી રહ્યો છે. સંજય દત્તની બાયોપિક પરથી બની રહેલી ફિલ્મમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી છે, જેની જાણકારો ખૂબ તારીફ કરી રહ્યા છે. આ ફિલ્મની રજૂઆતની  રણબીર કપુરના ચાહકો રાહ જોઈ રહ્યા છે. હાલમાં તે કરણ જોહરના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. હવે તેઓ લવ રંજનની એક નવો વિષય પેશ કરતી ફિલ્મમાં કામ કરશે એમ બોલીવુડના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.