પોર્ન વિડિયો ફિલ્મના કૌભાંડમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન પતિ રાજ કુંદ્રાની મુંબઈ પોલીસે ધરપકડ કરી…

 

       પોર્ન વિડિયો ફિલ્મનું નિર્માણ – વિતરણ અને એપ બનાવવાના કૌભાંડમાં સંડોવાયેલા અને આખા પ્રકરણના મુખ્ય સૂત્રધાર ( માસ્ટર માઈન્ડ) ગણાતા  રાજ કુંદ્રાની મુંબઈ પોલીસે તાજેતરમાં ધરપકડ કરી હતી. તેમને આગાૈમી 123 જુલાઈ સુધી જયુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવશે.

 આ આખા મામલાની શરૂઆત તો ગત ફેબ્રુઆરી મહિનામાં જ થઈ હતી. 21 વરસની એક મહિલા મોડેલે પોલીસને એવી માહિતી આપી હતી કે, તેને એનર્જી ડ્રિંકસ પીવડાવીને તેના અશ્લીલ ફોટા લેવામાં આવ્યા હતા અને તેના પર વિડિયો શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું. આ માહિતી મળ્યા બાદ મુંબઈની પોલીસે મલાડના મડ આયલેન્ડ ખાતેના એક બંગલા પર ધાડ પાડી હતી તે સમયે આખું પોર્ન રેકેટ પ્રકાશમાં આવ્યું હતું. આ પોર્ન ફિલ્મ પાસે રાજની ધરપકડ કરવા માટે જરૂરી પુરાવા નહોતા. આથી પોલીસ ગુપ્તપણે રાજ કુંદ્રાની સામે તપાસ ચલાવી રહી હતી. આ આખા મામલાની તપાસ દરિમયાન મીડિયામાં વારંવાર રાજ કુંદ્રાનું નામ આવતું હોવા છતાં પોલીસ ચૂપ રહી હતી. પરંતુ જ્યારે પોલીસને રાજની વિરુધ્ધ મજબૂત પુરાવા મળી ગયા ત્યારે તેણે એની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો.  આખા કેસની તપાસ દરમિયાન જે જે વ્યક્તિઓને પોલીસ મળી તે તમામ લોકોએ કહ્યું હતું કે, તેઓ તો રાજ કુંદ્રાની ફિલ્મ કંપનીમાં કામ કરે છે. આમ છતાં મુંબઈની પોલીસે કુંન્દ્રાની સામે કોઈ પગલા ન લીધા. પોલીસ એવી દલીલ કરતી હતી કે તેની પાસે યોગ્ય પુરાવા નથી. સમય વિતતો ગયો. પાંચ મહિના થઈ ગયા . ને અચાનક મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટીલિયાની નજીકના માર્ગ પર વિસ્ફોટક ભરેલી કાર મળ્યાના મામલાએ ચકચાર જગાડી. જેમાં ઈન્સ્પેકટર સચિન વઝેનું નામ સામે આવ્યું. મુંબઈના પોલીસ કમિશનરથી માંડીને અન્ય અનેક પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી, કેટલાકને સસ્પેન્ડ કરાયા.આ બધાની અસર પોર્ન ફિલ્મની તપાસના મુલત્વી રખાયેલા કેસ પર પણ પડી. પોલીસની નિષ્ક્રિયતા લોકોની સામે તેમજ મીડિયા સમક્ષ જાહેર થઈ જાય તો મોટો ફજેતો થશે એવી દહેશતને કારણે મુંબઈનું પોલીસતંત્ર કામે લાગ્યું,  ઉપરોક્ત પોર્ન વિડિયો કેસને પુન ચેતનવંતો બનાવી દેવાયો. 500 પાનાં ભરીને ચાર્જ શીટ દાખલ કરવામાં આવી ને 9 આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી. પછી કુંદ્રા સામે સચોટ પુરાવા હોવાથી પોલીસે તેમને પૂછપરછ માટે બોલાવ્યા ને તરત જ એની ધરપકડ કરવામાં આવી. પોલીસ તંત્ર હવે આ કેસમાં પૈસાની લેણ-દેણ અંગે સઘન તપાસ કરી રહી છે. 

   મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, આ તો હજી તપાસની શરૂઆત થઈ છે. રાજ કુંદ્રા જેવા અનેક લોકોની કંપની આ કૌભાંડમાં સંડોવાયેલી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. રાજે એના ભાઈ સાથે ભાગીદારીમાં લંડનમાં શરૂ કરેલી કંપની હકીકતમાં તો પોર્ન ફિલ્મોના વિતરણ ને નિર્માણ અંગેનું કામકાજ જ કરતી હોવાનું જાણવા મળ્યું હતું ભારતના સાયબર કાનૂન કડક છે. અહીં પોર્ન વિડિયો વગેરે અંગે ઘણા નિયંત્રણો છે, જેનાથી બચવા માટે જ ભારતની બહાર વિદેશમાં આવી કંપનીઓ ઊભી કરવામાં આવી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આવા પોર્ન વિડીયો બનાવીને એક થી વધુ મોબાઈલ કંપનીઓને વેચવામાં આવતા હતા. આ બદનામ ને ગણાતા બિભત્સ વ્યવસાયમાં ઢગલાબંધ નાણાની આવક થતી હોવાનું કહેવાય છે. 

   પોતાના પતિની અનેક કંપનીઓ અને ધંધામાં ભાગીદારી ધરાવતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ યોગા અંગે જાગરુકતા લાવવા માટે અનેક પ્રયાસો કર્યા છે. યોગાના વિડિયાે , તાલીમ વર્ગો વિડિયો આલબમ રિલીઝ કરીને તેમણે  જાહેરજીવનમાં ખાસ્સી લોકપ્રિયતા ને પ્રતિષ્ઠા હાંસલ કર્યો છે. શિલ્પા શેટ્ટી પતિના આ બદનામ અને ગેરકાનૂની ધંધામાં સંડોવાયેલી છે કે નહિ એ અંગે હાલ પોલીસ કશું કહી નથી રહી. પણ ભવિષ્યમાં પોલીસ તેની પૂછપરછ કરે એવી સંભાવના છે.