પોર્ન ફિલ્મો બનાવવાના અને તેને એપ પર લોન્ચ કરવાના મામલે જેલમાં ગયેલા રાજ કુન્દ્રાને બે મહિનાના જેલવાસ બાદ જામીન મળ્યા…

 

 જાણીતી બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ  કુન્દ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપસર ઘરપકડ કરવામાં આવી હતી. રાજ કુન્દ્રાની ગત 17 જુલાઈના રોજ મુંબઈમાં ધરપકડ  કરી હતી.પરંતુ તે મહિના સુધી જેલમાં રાખ્યા બાદ 21 સપ્ટેમ્બરે અદાલતે જામીન મુક્ત કર્યો હતો. રાજ કુંદ્રાના જામીનના આદેશની નકલ સામે આવી છે. જેમાં જણાવ્યા અનુસાર, રાજ કુન્દ્રા કોર્ટના આદેશ વગર દેશની બહાર જઈ શકશે નહિ. જો તે પોતાના ઘરનું સરનામું કે મોબાઈલ નંબર બદલશે તો પણ એણે એ અંગે પોલીસને માહિતગાર કરવી પડશે. જામીન ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે તેનાથી ભૂલથી ગુનો થયો છે. તે ગુનામાં તેની કશી સક્રિય ભૂમિકા નથી. તપાસ પૂરી થઈ છે અને ચાર્જશીટ પણ ફાઈલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં રાજ અને રાયેન થાર્પ પર આઈપીસીની 345સી, 292, 293, 420 66ઈ, 67 સહિતની કલમ લગાવવામાં આવી છે.