પોતાની પત્નીનો છોડીને ભાગી જનારા એનઆરઆઈના પાસપોર્ટ ભારત સરકારે રદ કરી નાખ્યા .

0
1025

પોતાની પત્નીને વતનમાં છોડીને ખુદ વિદેશ ભાગી જનારા 33 એનઆરઆઈના પાસપોર્ટ સરકારે રદ કરી દીધા હોવાનુ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. મહિલા અને બાળવિકાસ મંત્ર્યાલયદ્વારા ઉપરોક્ત માહિતી આપવામાં આવી હતી. આ કેસની તપાસ કરી રહેલી ઈન્ટીગ્રેટેડ નોડલ એજન્સી (આઈએનએ) લગ્ન કરીને ભાગી જનારા પતિઓ અંગે સતત લુક આઉટ સરકયુલર બહાર પાડી રહી છે. અત્યાર સુધીમાં આવા 60 સરકયુલર બહાર પાડવામાં આવ્યા છે અને વિદેશ મંત્ર્યાલયે 33 વ્યક્તિઓના પાસપોર્ટ જપ્ત કર્યા છે. મહિલા અને બાળ-વિકાસ મંત્ર્યાલય  તેમજ રાષ્ટ્રીય મહિલા આયોગ એનઆરઆઈ સાથે લગ્નના કિસ્સામાં મહિલાઓની સલામતી માટે સંભવિત તમામ પગલાં લેવાની ખાત્રી આપે છે.