પોતાના દેશમાં જ શરણાર્થી બનીને જીવનારા કમભાગી કાશ્મીરી પડિતોની વ્યથાની કથા કહેતી ફિલ્મઃ શિકારા 

0
1182

 

   જાણીતા પ્રતિભાવંત નિર્માતા- નિર્દેશક વિધુ વિનોદ ચોપરાની એક સુંદર પ્રેક્ષણીચ અને વિચારપ્રેરક ફિલ્મ શિકારાનું ટ્રેલર તાજેતરમાં રિલિઝ કરવામાં આવ્યું હતું. તેમણે ટ્રેલરના લોકાર્પણ પ્રસંગે મુંબઈમાં પોતાની કેફિયત આપતાં કહ્યું હતું કે, મને આ ફિલ્મનો પ્રોજેક્ટ પૂર્ણ કરતાં 11 વરસ થયાં હતા. જાણીતા સંગીતકાર એ. આર. રહેમાને આ ફિલ્મમાં સંગીત પીરસ્યું છે. 90ના દાયકાની શરૂઆતમાં  કાશ્મીરની ખીણમાંથી હિંદુઓની – કાશ્મીરી પડિતોની હિજરત કરી એ વાત આ ફિલ્મનો વિષય છે. પોતાની માભૂમિ કાશ્મીરને છોડીને, પોતાના ઘરબાર મૂકીને ભારતના વિવિધ શહેરોમાં શરણાર્થી તરીકે વારા આ કાશ્મીરી પંડિતો પર કરવામાં આવેલા જુલ્મ- સિતમની કહાની વિધુએ અસરકારકતાથી પેશ કરી છે. નિરાશાથી ભરેલા શિયાળાનો અંત આવશે અને ફરી વસંતઋતુનું આગમન થશે. જીવનમાં ફરી ઉમંગ અને ચેતનાને નવો સંચાર થશે- એવી સંવેદના સાથે જીવતા આ હજારો કાશ્મીરીઓ આજે પણ પોતાના વહાલા વતન કાશ્મીરને હૈયામાં સંઘરીને જીવી રહ્યા છે. દરેક સંવેદનશીલ કલારસિકે વિધુ વિનોદ ચોપરાની આ ફિલ્મ  શિકારા અવશ્ય જોવી જોઈએ.