પોંડિચેરીના રાજકારણમાં આવ્યો નવો વળાંકઃ ઉપરાજ્યપાલ પદેથી કિરણબેદીનું રાજીનામું 

 

પોંડિચેરીની વિધાનસભામાંથી 4 વિધાનસભ્યોએ રાજીનામું આપ્યા બાદ પોંડિચેરીના રાજકીય ક્ષેત્રમાં ખાસ્સો ખળભળાટ મચી ગયો છે. જાણકારોના જણાવ્યા અનુસાર, કદાચ અહીં  રાષ્ટ્રપતિનું શાસન આવી રહ્યું છે. જો કે કિરણ બેદીએ રાજીનામુ આપી દીધા બાદ તેલંગાણાના ગવર્નરે હાલ તો પોંડિચેરીનો અખત્યાર સંભાળી લીધો છે. આગામી એપ્રિલ મહિનાથી અહીં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં નવા જૂની થવાના એંધાણ સર્જાઈ રહ્યા છે