ઈઝરાયલ અને પેલેસ્ટાઈન સંગઠન હમાસ વચ્ચે ભયાનક યુધ્ધ .. હમાસના કબ્જા હેઠળના ગાઝા પટ્ટી વિસ્તારની હાલત બદતર છે. આ વિસ્તારમાં 21 લાખ લોકો વસે છે. તેમાં આશરે 11 લાખ લોકોના રહેઠાણોના વિસ્તારોમાં પીવાનું પાણી, ટોયલેટ તેમજ વીજળી જેવી જીવન જરૂરિયાતની સુવિધાઓ ઉપલબ્ધ નથી. બોમ્બમારાએ બધું જાણે ખતમ કરી નાખ્યું છે્. આખો વિસ્તાર વેરણછેરણ થઈ ગયો છે.આ યુધ્ધમાં આશરે 220 જેટલા લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર જામવા મળ્યા હતા. ઈઝરાયલમાં પણ એથી વધુ લોકોના મૃત્યુ થયાના સમાચાર સત્તાવાર સૂત્રોએ આપ્યા હતા. ગાઝા શહેરમાં 7 વરસ પહલાં પીવાના પાણી તેમજ યોગ્ય વિદ્યુત પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે કામ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ સહાય કરી હતી. આ બોમ્બમારાને કારણે બધું જ ઈન્ફ્રાસ્ટ્રકચર નષ્ટ થઈ ગયું છે. ભયાનક ગરમી પડતી હોવાથી લોકોની હાલત વધુ ખરાબ થઈ રહી છે. ગાઝા શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાઈપલાઈનો દ્વારા ઘરોમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બોમ્બમારાને તારણે થયેલી ખાનાખરાબીએ બધું જ ખતમ કરી નાખ્યું હતું. અનેક શાળાઓ જમીનદોસ્ત થઈ છે. આશરે છ લાખ જેટલા બાળકો તેમના ઘરમાં કેદ થઈને ભયથી કણસી રહ્યા છે. આશરે 40 હજાર લોકોને રેફ્યુજી કેમ્પમાં આશરો આપવામાં આવ્યો છે. ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના સંગઠન હમાસ વચ્ચેની આ લડાઈમાં બંને દેશની નિર્દોષ પ્રજાને સહન કરવાનો વારો આવ્યો છે.