પેપ્સીકોના સીઈઓ ઈન્દ્રા નુયી હવે ટૂંક સમયમાં પોતાનું પદ છોડી રહ્યા છે…

0
937

માત્ર ભારતની જ નહિ, સમગ્ર દુનિયાની કાર્યદક્ષ મહિલાઓના રોલ મોડેલ ભારતીય મૂળના ઈન્દ્રા નુયી જગતભારમાં જાણીતી અમેરિકાની પેપ્સીકોના સીઈઓનું પદ વરસોથી  સંભાળી રહ્યા છે. તેમણે આ પદ ગૌરવભેર સંભાળીને પોતાની કાર્યશકિત અને પ્રતિભાથી કંપનીને પણ પ્રતિષ્ઠા પ્રદાન કરી છે. 2001માં તેમને સૌપ્રથમ વાર કંપનીના પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.

   તેમણે જયારે આ વાતની સૂચના મળી ત્યારે તેઓ પોતાની ઓફિસમાં જ હતા. રાતના આશરે સાડા નવ વાગ્યાનો સમય હતો. તેમણે ફોન દ્વારા આ ખુશખબર આપવામાં આવી હતી. તે સમયે ઓફિસમાં તેમની માતા પણ હતા, એટલે તેમણે માતાને આ ખુશખબર આપવા માટે પ્રયાસ કર્યો  ત્યારે તેમની માતાએ કહ્યું હતું કે, તારી ખુશખબરની વાત પછી સાંભળીશ, અત્યારે તો ઘરમાં દૂધ ખલાસ થઈ ગયું છે એટલે તું જઈને દૂધ લઈ આવ…ઈન્દ્રાનુયી માતાના આદેશને માન આપીને દૂધ લઈને આવ્યા. પછી આવીને માતાને ખુશખબર સંભળાવી , ત્યારે માતાએ એમને સલાહ અાપતાં કહ્યું હતું કે, તારા હોદા્ની મહત્તા છે,  ઓફિસમાં , ઘરમાં નહિ. ઘરમાં તો તું એક પત્ની છે, એક મા છે. તારે તારા પરિવારની સંભાળ રાખવાની છે.

માતાએ આપેલી આ શિખામણ ઈન્દ્રા નુયીએ જીવનમાં બરાબર અપનાવી લીધી છે.