પેન્સિલવનિયા એટર્ની જગન નિકોલસની યુએસ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂક


ન્યુ યોર્કઃ ભારતીય-અમેરિકન પેન્સિલવેનિયાના એટર્ની જગન નિકોલસની યુએસ ડિસ્ટ્રિકટ જજ તરીકે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નિમણૂક કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ પેન્સિલવેનિયાના એટર્ની જગન નિકોલસની યુએસ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂક કરવાનો ઇરાદો ધરાવે છે.
તેઓ વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ પેન્સિલવેનિયા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નોમિનેટ થવાની શક્યતા છે, જેઓ નિવૃત્ત થઈ રહેલા જજ કીમ ગિબ્સનનું સ્થાન લેશે. પેન્સિલવેનિયાની ગ્રુવ સિટી કોલેજના સ્નાતક અને યુનિવર્સિટી ઓફ મિશિગન લો સ્કૂલમાંથી કાયદાની પદવી લેનારા જગન નિકોલસ કે એન્ડ એલ ગેટ્સના ભાગીદાર છે. તેમની પસંદગી ચેમ્બર્સ યુએસએ દ્વારા પેન્સિલવેનિયામાં ટોચના કોમર્શિયલ લિટિગેટરોમાંના એક લિટિગેટર તરીકે ઘણી બધી વાર થઈ છે.