પેઢીઓથી રાહ જોવાતી હતી તેવા અનેક મુદ્દાઓનો અંત આવ્યોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: સંસદના બજેટ સત્રમાં વડાપ્રધાન મોદીએ પોતાની સરકારના છેલ્લા પ વર્ષના કાર્યકાળમાં 3 તલાક, આર્ટિકલ 370, નારી શક્તિ કાયદો સહિત એવા કામો ગણાવ્યા જેની પેઢીઓથી રાહ જોવાઈ રહી હતી. તેમણે કહ્યંુ કે દેશમાં રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ ખુબ ઓછા થાય છે. પરંતુ 17મી લોકસભાથી આજે દેશ આ અનુભવ કરી રહ્યો છે. મને વિશ્વાસ છે કે દેશ 17મી લોકસભાને જરુર આશીર્વાદ આપતો રહેશે. આજે રામ મંદિર અંગે આ ગૃહે જે પ્રસ્તાવ પસાર કર્યો છે તે દેશની ભાવિ પેઢીને આ દેશના મૂલ્યો પર ગર્વ કરવાની બંધારણીય શક્તિ આપશે. દેશના વિકાસ, ભવિષ્ય અને લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો વિશે વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યંુ કે સમાપ્તિ તરફ જઈ રહેલી 17મી લોકસભાએ નવા નવા બેંચમાર્ક બનાવ્યા છે. આઝાદીના 7પ વર્ષ પુરા થવાના ઉત્સવ પર ગૃહે અત્યંત મહત્વના કામોનું નેતૃત્વ કર્યુ છે. આ કાર્યકાળમાં ઘણાં રિફોર્મ થયા અને ગેમચેંજ રહ્યા છે. ર1મી સદીનો મજબૂત પાયો તેમાં દેખાય છે. એવા ઘણાં કામ 17મી લોકસભાના માધ્યમથી પુરા થયા જેની પેઢીઓથી રાહ જોવાતી હતી. સંયુક્ત પ્રયાસને કારણે 17મી લોકસભાની ઉત્પાદકતા 97 ટકા જેટલી રહી. એક સંકલ્પ સાથે 18મી લોકસભાની શરુઆત થશે. આજે દેશને નવું સંસદ ભવન મળ્યું છે. આ જ કાળખંડમાં જી-ર0ની અધ્યક્ષતા ભારતને મળી. ભારતને ખુબ મોટું સમ્માન મળ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here