
ભારત- બંધની સૌથી વધુ અસર બિહારમાં જણાઈ હતી. ટ્રેનો રોકવામાં આવી, રસ્તા પર ચક્કાજામ …નવી દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે આયોજિત રેલીમાં રાહુલ ગાંધી, મનમોહન સિંધ, સોનિયા ગાંધી સહિત અનેક રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી. કોંગ્રેસ અને તેનો સાથ આપનારા અન્ય 21 વિરોધ પક્ષોએ સાથે મળીને ભારત બંધનું એલાન કર્યું હતું. ભારત બંધ કે આવા બીજા કોઈપણ રાજકીય બંધ પાછળ રાજકીય વગ અને સત્તા માટેની હૂંસાતૂંસીનું નાટક ભજવાતું જ રહયું છે. સવારથી જ બંધની અસર માનવીની રોજિંદી ગતિવિ્ધિ પર પડી હતી. પટણા સહિ્તના વિવિધ વિસ્તારોમાં વિરોધ પક્ષોએ હિંસક દેખાવો કર્યા હતા. અનેક જગ્યાએ વાહનોની તોડફોડ કરી હતી. સોનિયા ગાંધી અને મનમોહન સિંઘ સહિતના કોંગ્રેસી નેતાઓએ રામલીલા મેદાનમાં આયોજિત કરવામાં આવલી રેલીમાં હાજરી આપી હતી. એનસીપીએના નેતા શરદ પવાર, પ્રફુલ પટેલ , કિસાનોના નેતા શરદ યાદવ પણ આ રેલીમાં હાજર હતા. ભારત બંધ દરમિયામન મોટાભાગની દુકાનો અને સ્ટોર બંધ રાખવામાં આવ્યા હતા.