પેટ્રોલના ભાવવધારા સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શનઃ પેટ્રોલમાં એક પૈસાનો ધરખમ ઘટાડો


પેટ્રોલ અને ડીઝલ તેમ જ અન્ય ચીજવસ્તુઓમાં ભાવવધારાને કારણે મોંઘવારી વધી ગઈ છે. કર્ણાટકની ચૂંટણી પછી સતત 16 દિવસ સુધી ભાવવધારા પછી બુધવારે ઓઇલ કંપનીઓએ ફક્ત એક પૈસાનો ઘટાડો કરી પ્રજાની મજાક કરી છે. મુંબઈ સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના સતત ભાવવધારા સામે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુંબઈમાં પેટ્રોલનો ભાવ એક લિટરના રૂ. 85 થઈ ગયો છે. (ફોટોસૌજન્યઃ હિન્દુસ્તાનટાઇમ્સડોટકોમ)