પેટા ચૂંટણીમાં ભાજપનો કારમો પરાજય

0
800

દેશની લોકસભાની 4 બેઠકો તેમજ જુદા જુદા રાજ્યોની વિધાનસભાની 10 બેઠકો માટો યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ભાજપને  લોકસભાની બે બેઠકો પર વિજય મળ્યો છે, જયારે વિધાનસભામાં વિપક્ષે ફત્તેહ હાંસલ કરી લીધી છે. ઉત્તરપ્રદેશની કૈરાનાની બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો મુદો્ હતી, એ બેઠક પર ભાજપના ઉમેદવારે કારમો પરાજય સહન કરવો પડ્યો છે. પશ્ચિમ બંગાળમાં મહેશતાલા વિધાનસભાની બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના દલાલ દાસનો વિજય થયો. ભાજપના ઉમેદવાર સુજીત ઘોષ પરાજિત થયા છે. બિહારમાં જોકીહાટ વિધાનસભા મતક્ષેત્રમાં આરજેડીના ઉમેદવાર 41 હજાર મતની સરસાઈથી ચૂંટણી જીતી ગયા હતા. જેડીયુના સરફરાઝ આલમ હારી ગયા હતા. કેરળની યેંગનુર બેઠક પર સીપીએમના ઉમેદવારને વિજય થયો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. પંજાબની શાહકોટ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે 38 હજાર મતની સરસાઈથી વિજય મેળવ્યો હતો. અકાલીદળના વિધાયક અજીત સિંહના મૃત્યુને લીધે આ બેઠક માટે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.