પેટલાદ મહિલામંડળ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળામાં ઈનામ વિતરણ

 

પેટલાદઃ પેટલાદ મહિલામંડળ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળામાં ઇનામ વિતરણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે નયનાબહેન અરુણભાઈ શાહ, દક્ષાબહેન પ્રશાંતભાઈ શાહ,  અતિથિવિશેષ હસમુખભાઈ મિસ્ત્રી, દીપાલીબહેન શાહ તથા સંસ્થાનાં પ્રમુખ અરુણાબહેન ચોક્સી સહિત અગ્રણીય સામાજિક કાર્યકરો અને વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે ધો. ૧થી ૫ના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધોરણ પાંચના જે વિદ્યાર્થીઓ પાસ થયા હતા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે યોજાયેલા સાંસ્કૃતિક અને સન્માન સમારોહનું સંચાલન પેટલાદ મહિલામંડળનાં પ્રમુખ અરુણાબહેન ચોક્સી તથા પ્રાથમિક શાળાનાં આચાર્ય સ્નેહાબહેન સુખડિયાએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.