પેગાસસ જાસૂસી કાંડને મામલે સંસદમાં વિપક્ષોએ  કરી ધાંધલ- ધમાલ …

 

        બે સપ્તાહથી સંસદના બન્ને ગૃહોમાં – લોકસભા અને રાજ્યસભામાં વિરોધ પક્ષો ધમાલ કરીને સંસદનું કામકાજ થવા દેતા નથી. નારેબાજીથી સદનો ગાજી રહયા છે..કોંગ્રેસના નેતૃત્વ હેઠળ 14 વિપક્ષીદળ  સાથે મળીને ભાજપની સરકારને પેગાસસ જાસૂસી પ્રકરણ, મોંઘવારી અને ખેડૂતોની સમસ્યાના નિરાકરણના મુદા્ પર સરકારને સકંજામાં લઈને સદનમાં વિસ્તૃત ચર્ચા કરવા માગે છે. . આ દરમિયાન કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધીએ તો સંસદમાં સ્પષ્ટપણે જણાવી  દીધું હતું કે, તે આ મુદા્ પર સંસદમાં ચર્ચા કરાવીને જ રહેશે. તેઓ હરગિઝ પીછેહઠ નહિ કરે. સંસદમાં પેગાસસ પર ચર્ચાની માંગ સમયે ખેલા હોબેના નારા પણ સાંભળવા મળ્યા હતા. બન્ને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતીા. દેશના સામાન્ય લોકો માટે જીવન જરૂરી ચીજ- વસ્તુઓના ભાવ વધી ગયા છે. વધતી જતી મોંઘવારી, ભાવ- વધારો અને કોરોનાની મહામારી ને વારંવારના સંક્રમણને કારણે એમ પણ લોકોનું જીવન અસ્ત- વ્યસ્ત થઈ ગયું હતું. તેમાં કોરોનાની  વેક્સિનના અછતે પણ સવાલો ઉભા કર્યા હતા. અર્થતંત્રમાં ફુગાવો અને ખેડૂતોના મુદે્ સરકારને ઘેરી લેવાની વ્યૂહરચના વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવી હતી. કોંગ્રેસની આગેવાની હેઠળ જુદાજુદા 14 રાજકીય પક્ષોએ રણનીતિ બનાવી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અમે સમાધાન કરવા માગતા નથી, પેગાસસ સહિતના વિવિધ મહત્વના મુદા્ઓ પર સંસદમાં સરકાર સમક્ષ ચર્ચા કરવા માગીએ છીએ. રાજયસભામાં વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેની સંસદ ભવનની ચેમ્બરમાં મળેલી વિરોધ પક્ષના નેતાઓની સભામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, શિવસેનાના નેતા સંજય રાઉત, રાષ્ટ્રવાદી કોંગ્રેસના  નેતા પ્રફુલ પટેલ, ડીએમકેના ટી. આર. બાલુ, સહિત અન્ય પક્ષોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નોંધપાત્ર વાત એ છેકે, સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયા ને બે અઠવાડિયાનો  સમય થયો હોવા છતાં ગૃહમાં કામકાજ સરળતાથી ચાલતું નથી.