પૃથ્વીની રફતારમાં રહસ્યમય ઘટાડો! મોટા ભૂકંપની આશંકા

 

વોશિંગ્ટનઃ કોરોના કાળમાં વર્ષ ર૦ર૦માં વૈજ્ઞાનિકોએ જાણ્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર સામાન્યથી વધુ ઝડપે ફરી રહી છે. જે રફતાર વર્ષના પહેલા ૬ મહિના સુધી યથાવત રહી. હવે સામે આવ્યું છે કે પૃથ્વીના ફરવાની રફતાર બદલાઈ છે અને તે રહસ્યમય રીતે ધીમી ગતિએ ફરી રહી છે. આવા બદલાવથી વૈજ્ઞાનિકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. વૈજ્ઞાનિકો હવે આવા બદલાવની પૃથ્વી પર શું અસર થઈ શકે? તેનું મૂલ્યાંકન કરી રહ્યા છે. નાસાના અધ્યયનમાં એવી આશંકા વ્યક્ત કરાઈ છે કે પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિ સુસ્ત થવાથી મોટા ભૂકંપ આવી શકે છે.

સામાન્ય રીતે પૃથ્વી પોતાની ધરી પર એક ચક્કર પૂર્ણ કરવા ર૪ કલાક અથવા ૮૬,૪૦૦ સેકન્ડ લે છે. ગુરુત્વાકર્ષણનુ કારણ પૃથ્વી ફરે છે અને વ્યવહારમાં દરેક ચક્કરમાં થોડુ અંતર રહે છે. સમય સાથે આ અંતર કેટલીક સેકન્ડમાં બદલાઈ જાય છે. વર્તમાન સમયમાં વૈજ્ઞાનિકો પરમાણુ ઘડિયાળની મદદથી સમય પર નજર રાખે છે. જે વૈશ્વિક સ્તરે સમય નિર્ધારણમાં મદદરૂપ બને છે. પરમાણુ ઘડિયાળની મદદથી પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની રફતાર જાણી શકાય છે. 

વૈજ્ઞાનિકો સમયના સંતુલનને સાધવા લીપ સેકન્ડો જોડે છે અથવા ઘટાડે છે. અગાઉ કયારેય નેગેટિવ લીપ સેકન્ડને જોડવામાં આવી ન હતી, પરંતુ ૧૯૭૦થી અત્યાર સુધીમાં ર૭ વખત એક સેકન્ડ વધારવામાં આવી છે, જયારે પૃથ્વીએ પોતાની ધરી પર ચક્કર પુર્ણ કરવામાં ર૪ કલાકથી વધુ સમય લીધો હોય. છેલ્લા પ૦ વર્ષમાં પૃથ્વીએ ચક્કર પુર્ણ કરવામાં ર૪ કલાકથી ઓછો સમય ૮૬,૪૦૦ સેકન્ડનો સમય લીધો જો કે ર૦ર૦માં સ્થિતી બદલાઈ અને એક દિવસ પુર્ણ કરવામાં પૃથ્વીને ૮૬,૪૦૦ સેકન્ડથી ઓછો સમય લાગ્યો હતો. જુલાઈ ર૦ર૦માં દિવસ ર૪ કલાકથી ૧.૪૬૦ર સેકન્ડ નાનો હતો. જે અત્યાર સુધીનો સૌથી નાનો દિવસ હતો. વર્ષ ર૦ર૦માં સરેરાશ પ્રત્યેક દિવસ ૦.પ સેકન્ડ વહેલો પૂર્ણ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here