પૂર્વ લદાખના એલએસી પર ચીને સૈનિકો માટેના નવા રહેઠાણ બનાવ્યા

 

નવી દિલ્હીઃ પૂર્વ લદાખના એલએસી પર ચીને પોતાના તરફની ઊંચાઇવાળા વિસ્તારોમાં પોતાના સૈનિકોના રહેવા માટે કન્ટેઇનર આધારિત નવા રહેઠાણ બનાવ્યા હોવાની માહિતી જાણકાર સૂત્રોએ સોમવારે જણાવી હતી. બંને દેશ વચ્ચે વધેલા તણાવના અનુસંધાનમાં આ રહેઠાણો તાશિગોન્ગ, માન્ઝા, હોટ સ્પ્રિંગ્સ અને ચુરુપ જેવા વિસ્તારોની નજીક ગોઠવવામાં આવ્યા હોવાની વાત સૂત્રોએ કહી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ચીને ગયા વર્ષે કરેલા દુઃસાહસનો ભારતે જે રીતે જવાબ આપ્યો હતો, એથી ચીન આશ્ચર્યચકિત થયું હતું અને ચીનની સેનાને સરહદ નજીક લાંબા સમય સુધી રોકાઇ શકે એ માટેની વ્યવસ્થા વધારવાની ફરજ પડી હતી.

આપણી નીતિથી તેઓ હેરાન થયા છે. તેઓ આપણા પગલાના જવાબમાં આવું કરી રહ્યા છે. આપણે પીએલએને સરહદ નજીક તેહનાત કરવાની અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની ફરજ પડી છે. તેવુ સ્ત્રોતે કહ્યું હતું. આવા વિકટ વિસ્તારમાં ફરજ બજાવવાને ન ટેવાયેલા ચીનના સૈનિકોનું મનોબળ સરહદ નજીકની તહેનાતીથી નબળું પડી રહ્યું હોવાની વાત સૂત્રોએ કહી હતી