
લડાખ- વિસ્તારમાં ચીન- ભારત વચ્ચે થયેલા લાઠી અને પથ્થરમારાની હિસક ઘટનામાં ભારતના પક્ષે 20 સૈનિકો થયાની માહિતી સત્તાવાર સૂત્રોએ આપી હતી. જ્યારે ચીનના 40થી વધુ સૈનિકો મૃત્યુ પામ્યા હોવાના સત્તાવાર સમાચાર મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષઁણપ્રધાન રાજનાથ સિંહ, લશ્કરની ત્રણે પાંખોના વડાઓ સહિત વિદેશ ખાતાના ઉચ્ચ અધિકારીઓ તમામ ઘટના પર ચાપતી નજર રાખી રહ્યા છે.. પીએમઓ -પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ચીનના સૈન્યનો ઉશ્કેરવાનો કોઈ પણ પ્રયાન ભારત તરફથી નહિ કરાય, પણ ચીનના સૈન્ય દ્વારા કોઈ પણ પ્રકારની હિલચાલ કરવામાં આવશે તો ભારતનું સૈન્ય એનો યોગ્ય જવાબ આપવા માટે સજ્જ છે એવી વ્યૂહરચના ગોઠવવામાં આવશે.