પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પંચતત્વમાં વિલીન રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

 

નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું સોમવારે હોસ્પિટલમાં નિધન થયું હતું. દિલ્હીના લોધી રોડ પર આવેલા સ્મશાન ઘાટ પર કોરોના ગાઇડલાઇન પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના પરિવારજનો એ પણ પીપીઈ કીટ પહેરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજનો દિવસ દુખી કરે તેવો છે. પ્રણવ દા સૌને સાથે જોડવામાં નિપુણ હતા.

પ્રણવદાનો પાર્થિવ દેહ આર્મી હોસ્પિટલથી તેમના ૧૦ રાજાજી માર્ગ પર આવેલા ઘરે લાવવામાં આવ્યો હતો. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ઘ્ઝ઼લ્ બિપિન રાવત અને ત્રણેય સેના પ્રમુખે પૂર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રણવ મુખરજીને ૧૦ ઓગસ્ટે દિલ્હીમાં આવેલી આર્મી રિસર્ચ એન્ડ રેફરલ (ય્્રૂય્) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ દિવસે બ્રેનમાંથી ક્લોટિંગ હટાવવા માટે તેમની ઈમરજન્સી સર્જરી પણ કરવામાં આવી હતી. ત્યારપછીથી તેમની સ્થિતિ ગંભીર હતી. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પ્રણવ મુખરજીએ પોતે જ ૧૦ તારીખે કોરોના પોઝિટિવ હોવાની વાત જાહેર કરી હતી. પ્રણવદાના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

પ્રણવ મુખરજીએ ૧૯૬૯માં રાજકીય સફરની શરૂઆત કરી હતી, વિદેશમંત્રી, નાણામંત્રી, રક્ષા મંત્રી જેવા મોટા પોર્ટફોલિયો સંભાળ્યા. પ્રણવ મુખરજીને ૨૦૧૯માં દેશના સૌથી મોટા સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા

પ્રણવ મુખરજીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. મોદીએ લખ્યું છે ‘ભારત રત્ન પ્રણવ મુખરજીના નિધન પર ભારત શોક વ્યક્ત કરે છે. તેમણે આપણા દેશના વિકાસ માટે એક અમિટ છાપ છોડી છે. તેઓ ખૂબ સ્કોલપ હતા. સમાજના દરેક વર્ગે તેમને પસંદ કર્યા છે. હું ૨૦૧૪માં દિલ્હી પહોંચ્યો. પહેલાં જ દિવસથી મને પ્રણવ મુખરજીએ માર્ગદર્શન આપ્યું છે. હંમેશા તેમનું સમર્થન અને આશિર્વાદ મળ્યા છે. હુ હંમેશા તેમની સામે મારી વાત રજૂ કરતો હતો. તેમના પરિવાર, મિત્રો, પ્રશંસકો અને સમગ્ર ભારતમાં તેમના સમર્થકો પ્રતિ મારી સંવેદના વ્યક્ત કરૂ છું. ઓમ શાંતિ