
તાજેતરમાં એનસીપીના પ્રમુખ શરદપવારે નિવેદન કરીને તમામ વિપક્ષોને આવાહન આપ્યું હતું કે, તે તમામ સાથી વિપક્ષોના ગઠબંધનની આગેવાની લેવા તૈયાર છે. તેમણે વિરોધ પક્ષોને કહ્યું હતું કે, હાલમાં 1977ની પરિસ્થતિ જેવી જ હાલત છે. એ સમયે ઈન્દિરા ગાંધીની સામે વિરોધ પક્ષોએ એકતા બતાવીને લડત આપી હતી. જેને કારણે શ્રીમતી ગાંધીએ સત્તા ગુમાવી હતી. શરદ પવારે ભારપૂરવર્ક જણાવ્યું હતું કે, હાલમાં ભારતના કેટલાક રાજ્યોમાં યોજાયેલી પેટા- ચૂંઠણીમાં ભાજપે ખૂબ ખરાબ દેખાવ કર્યો હતો. ભાજપના ચૂંટણીમાં બુરા હાલ થયા હતા. આ વાતને સહુએ ધ્યાનમાં રાખવી પડશે. એ નાનીસૂની વાત નથી. મોટાભાગની પેટાૃ ચૂંટણીઓમાં પરિણામ ભાજપની વિરુધ્ધ ગયું હતું. હવે જનમત ભાજપનો વિરોધ કરી રહ્યો છે. કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર , આંધ્ર, તેલંગણા , પશ્ચિમ બંગાળના સ્થાનિક રાજકીય પક્ષોએ એકમત કેળવીને મોરચો બનાવવો જોઈએ. સમાન વિચારધારા ધરાવતા પક્ષોએ એકત્ર બનીને સહમતી સાધવી જોઈએ. ભાજપની સરકારને લડત આપવા માટે એ જરૂરી છે.