પીઢ કોંગ્રેસી નેતા નારાયણ દત્ત તિવારીનું નિધન

0
801

ભારતના રાજકીય ક્ષેત્રમાં પાંચ દાયકા સુધી પોતાનું વર્ચસ્વ અને વગ જાળવી રાખનારા બાહોશ રાજનેતા એન ડી તિવારીનું 92 વર્ષની વયે દિલ્હીમાં દુખદ અવસાન થયું હતું. તેઓ ઘણા લાબા સમયથી  બીમાર હતા. તેમના નિધનથી રાજકીય પક્ષોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. એન ડી તિવારી ચાર વખત ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન બન્યા હતા. તેમણે કેન્દ્રના પ્રધાનમંડળમાં પણ મહત્વના ખાતાઓ સંભાળ્યા હતા. તેમણે ઉત્તરા ખંડના મુખ્યપ્રધાન તરીકે પણ કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે દેશના સ્વાધીનતા સંગ્રામમાં પણ સક્રિય ભાગ લીધો હતો. ઉત્તર પ્રદેશના વિકાસ માટે તેમજ યુપીની પ્રજાના કલ્યાણ માટે, રોજગાર અને ઉદ્યોગોની સ્થાપના માટે મહત્વનું યોગદાન આપ્યું હતું.