પીઢ અભિનેતા પરેશ રાવલના પુત્ર આદિત્ય રાવલની ફિલ્મ બમ્ફાડને પ્રેક્ષકો તેમજ વિવેચકો વખાણી રહ્યા છે.. પોતાની પહેલી ફિલ્મમાં આદિત્ય રાવલે સરાહનીય અભિનય કર્યો છે…

0
1399

 

      બોલિવુડના પીઢ અભિનેતા પરેશ રાવલના પુત્ર આદિત્ય રાવલની ફિલ્મ બમ્ફાડ ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂ થઈ ચુકી છે. જેમાં આદિત્યની સાથે હીરોઈન તરીકે શાલિની પાંડેએ  અભિનય કર્યો છે. એક મુસ્લિમ યુવકના એક હિંદુ યુવતી  સાથેના પ્રેમની વાર્તા છે. આ આદિત્ય રાવલે લાજવાબ અભિનય કર્યો છે. તેની ભૂમિકા એક એન્ગ્રી યંગમેનની છે. તે આખી ફિલ્મનો બોજ પોતાના શિર પર ઊટાવી લે છે અને પોતાના ઉત્તમ અભિનયથી ફિલ્મને રોનકદાર બનાવી દે છે. આત્મવિશ્વાસથી છલકાતા આ કલાકારે પોતાની ડેબ્યુ ફિલ્મથી જ બોલીવુડના મહાનુભાવોનું ધ્યાન ખેંચ્યું છે.