પીઢ અભિનેતા ડો. શ્રીરામ લાગુનું અવસાન 

0
1216

 

 બોલીવુડની ફિલ્મોના તેમજ મરાઠી ફિલ્મોના ચાહકો ડો. શ્રીરામ લાગુના નામથી સુપરિચિત છે. હિન્દી, મરાઠી અને ગુજરાતી ફિલ્મો તેમજ નાટકોમાં અદભૂત અભિનય કરીને લોકોના મન જીતી લેનારા ડો. લાગુ 92 વર્ષના હતા. તેઓ ઘણા લાંબા સમયથી બિમાર હતા અને પૂણેની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ડો. શ્રીરામ લાગુએ 100 થી પણ વધુ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમણે આશરે 40 જેટલી મરાઠી ફિલ્મોમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમને  શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે નો ફિલ્મફેયર એવોર્ડ હિન્દી ફિલ્મ ઘરૌંદાની ભૂમિકા માટે મળ્યો હતો. મરાઠી રંગભૂમિના અતિ યશસ્વી નાટક નટસમ્રાટમાં તેમણે સૌ પ્રથમવાર નટસમ્રાટની ભૂમિકા ભજવીને નાટકના દર્શકો તેમજ વિવેચકો- બન્નેની પ્રશંસા મેળવી હતી.