પીઢ અને જાજરમાન અભિનેત્રી વહીદા રહેમાન ફિલ્મમેકર મંજરી મખીજાની ફિલ્મ ડેઝર્ટ ડોલ્ફિનમાં ભૂમિકા ભજવશે 

0
896

       ગત જમાનાનાં ઉત્કૃષ્ટ અને પ્રથમ પંકિતનાં અભિનેત્રી વહીદા રહેમાનજી મહિલા ફિલ્મ નિર્દેશક મંજરી મખીજાની ફિલ્મ  ડેઝર્ટ ડોલ્ફિનમાં ભૂમિકા ભજવી રહ્યા હોવાનું બોલીવુડના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. મંજરી મખીજા સદગત અભિનેતા મેકમોહન ( શોલેનો સાંભા) ની પુત્રી છે. આ ફિલ્મ રાજસ્થાનના ઉદયપુર પાસે સ્થિત એક ગામ ખેમપુર પર આધારિત છે. જયાં એક સ્કેટપાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. વહીદાજીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં અભિનય કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. આ ફિલ્મની વાર્તા અલગ પ્રકારની છે. મેં ભારતમાં સ્કેટ પાર્ક જોયો નથી. આ ફિલ્મનો કોન્સેપ્ટ યુનિક હોવાથી હું ફિલ્મમાં ભૂમિકા ભજવવા રાજી થઈ છું.