પીઓકેમાં જન-રેલી બાદ પાકિસ્તાનની સરકારે ઈમરજન્સી લાદીઃ અગ્રણી નેતાઓની ધરપકડ 

0
721

પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં પાક સરકારે ઈમરજન્સી લાગુ કરી દીધી છે. પીઓકેમાં સુરક્ષાકર્મીઓની નિમણૂક કરવામાં આવી છે. મોટા ગજાના રાજકીય નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. પીઓકેમાં કટોકટીની સ્થિતિ લાગુ કરવાનો નિર્ણય પાકિસ્તાનની સરકારે પીઓકેના લોકો મુઝફ્ફરાબાદમાં આઝાદી માટેની રેલીનું આયોજન કર્યા બાદ લેવામાં આવ્યો હતો. પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં રહેનારા લોકો પર પાકિસ્તાનની સરકાર અનેક અત્યાચારો કરી રહી છે. આથી ત્યાં વસનારા  લોકો પાકિસ્તાનની સરકાર વિરુધ્ધ આઝાદી મેળવવા માટે આંદોલન ચલાવી રહ્યા છે. મુઝફ્ફરાબાદમાં સ્વતંત્ર રાજકીય પાર્ટીઓના સંગઠન ઓલ ઈન્ડીપેન્ડન્ટ પાર્ટીઝ એલાયન્સે જન- રેલી યોજી હતી. જેમાં પાકિસ્તાનની સરકારના જુલ્મોથી ત્રાસેલા લોકોએ સ્વાતંત્ર્યની માગણી કરી હતી. પીઓકેના લોકો પાકિસ્તાનના શાસનથી આઝાદ થવા માગે છે. આથી સરકાર વિરુધ્ધ લોકો દેખાવો યોજી રહ્યા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘણા લાંબા સમયથી જન- આંદોલનો ચાલી રહ્યા છે. પાકિસ્તાનની સરકાર અને પાકિસ્તાની સેનાના ગેરકાયદેસર કબ્જાથી પીઓકેના લોકો ત્રાસી ગયા છે.