

પીએનબી કૌભાંડમાં દિન- પ્રતિદિન નવી નવી વાતો અને ખુલાસાએ થઈ રહ્યા છે. નીરવ મોદી અને મેહુલ ચોકસીએ કરેલા 12,500 કરોડના કૌભાંડ માટે અને આરોપીઓ વિદેશ ભાગી ગયા તે માટે હવે કોંગ્રેસ ભાજપને જવાબદાર ગણીને તેના પર પ્રહારો કરી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલે એ મોદીની ભાજપ સરકારના વહીવટીતંત્ર પર હુમલો કરતાં કહ્યું હતું કે, હવે મોદીનો નવો નારો અસ્તિત્વમાં આવ્યો છે- ખાઈશ અને ખાવા દઈશ અને પેક કરીને લઈ પણ જવા દઈશ ….!
રણદીપ સૂરજેવાલાએ કેટલાક દસ્તાવેજી પુરાવાઓ પેશ કરીને કહ્યું હતું કે, આ પ્રકારના ગોટાળાઓ તો ઘણા સમયથી ચાલી રહ્યા છે, પણ સરકાર હાથ પર હાથ ધરીને ચૂપ બેસી રહી છે…વિનસમ ગ્રુપના કૌભાંડકારી જતીન મહેતા પણ તેમની પત્ની સાથે આસાનીથી દેશ છોડીને ભાગી ગયા હતા. જૂન 2016માં તેમણે ભારતીય નાગરિકતા પણ છોડી દીધી હતી અને આંતરરાષ્ટ્રીય કરચોરીનું સ્વર્ગ ગણાતા દેશમાં જઈને વસવાટ કર્યો હતો.