પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી બ્રિટનમાં હોવાની મજબૂત સંભાવનાઃ બ્રિટનની સરકાર પાસે રાજકીય આશ્રય માગી રહ્યા છે…

0
812

પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી હાલમાં બ્રિટનમાં હોવાની વાતની આધારભૂત માહિતી પ્રાપ્ત થઈ હતી. બ્રિટનથી પ્રકાશિત એક પ્રતિષ્ઠિત અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, નીરવ મોદીએ બ્રિટનમાં રાજકીય આશ્રય માગ્યો છે. નીરવ મોદી અંગે ભારતીય એજન્સીઓ તપાસ ચલાવી રહી છે. નીરવ મોદી ભારત છોડી ગયા બાદ ભારત સરકારે તેનો પાસપોર્ટ રદ કર્યો હતો. પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં નીરવ મોદી, મેહુલ ચોકસી પીએનબીના માજી વડા ઉષા અનંત સુબ્રમણ્યમ, તેમજ બેન્કના બે ડિરેકટરકો સહિત 25 લોકોનો સમાવેશ થાય છે .