પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીની પત્ની, ભાઈ અને બહેન સામે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ ફટકારી

 

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ચ્ઝ઼) ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ફાઇલ કરેલી પૂરક ચાર્જશીટમાં એમીના નામનો સમાવેશ કર્યો હતો. તેના પર મની લોન્ડરિંગ દ્વારા ન્યૂયોર્કમાં બે એપાર્ટમેન્ટ્સ ખરીદીને નફો કર્યો હોવાનો આરોપ છે. આ એપાર્ટમેન્ટ્સ વિદેશમાં સીઝ કરવામાં આવેલી રૂપિયા ૬૩૭ કરોડની સંપત્તિનો ભાગ છે. ઇન્ટરપોલે પંજાબ નેશનલ બેન્ક (ભ્ફ્ગ્) કૌભાંડના આરોપી નીરવ મોદી (૪૯)ની પત્ની એમી, ભાઈ નેહલ અને બહેન પૂર્વી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી છે. ભાગેડુ નીરવની પત્ની સામે ભારતમાં પૈસાની લેતીદેતીના કેસ છે. એમી છેલ્લે ગયા વર્ષે અમેરિકામાં જોવા મળી હતી. નીરવ પર રૂપિયા ૧૩,૭૦૦ કરોડના ભ્ફ્ગ્ કૌભાંડનો આરોપ છે. તે લંડનની વેન્ડ્સવર્થ જેલમાં છે. ભારતની અપીલ પર પ્રત્યાર્પણ વોરંટ બહાર પાડ્યા બાદ ગત વર્ષે ૧૯ માર્ચે લંડન પોલીસે તેની ધરપકડ કરી હતી. ભારતીય તપાસ એજન્સીઓ નીરવને પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ કેસની સુનાવણી લંડનની અદાલતમાં ચાલી રહી છે. ૬ ઓગસ્ટે કોર્ટે નીરવની ન્યાયિક કસ્ટડી ૨૭ ઓગસ્ટ સુધી વધારી દીધી હતી. માર્ચ ૨૦૨૦માં ચ્ઝ઼એ નીરવ મોદીની ઘણી સંપત્તિઓ જપ્ત કરી હતી અને તેમની હરાજી કરી હતી. આમાં મોંઘા પેઇરંન્ટગ્સ, ઘડિયાળો, પર્સ, મોંઘી કાર, હેન્ડબેગ જેવી વસ્તુઓ શામેલ છે. ચ્ઝ઼ના જણાવ્યા અનુસાર આ હરાજીમાંથી આશરે રૂ. ૫૧ કરોડ મળ્યા હતા