પીએનબી કૌભંડના આરોપી મેહુલ ચોકસી વિરુધ્ધ ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી

0
677

 

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ગુનાશોધક સંસ્થા ઈન્ટરપોલે પંજાબ નેશનલ બેન્કના એક મહત્વના આરોપી મેહુલ ચોકસી વિરુધ્ધ રેડકોર્નર નોટિસ જારી કરી હોવાનું સત્તાવાર માહિતી સૂત્રોએ જણાવ્યું હતું. એસાથે ઈન્ટર પોલે સીબીઆઈને જણાવ્યું હતું કે, તે મેહુલ ચોકસીના કેસ સાથે સંબંધિત તમામ માહિતી ઈન્ટરપોલનેમોકલી આપે. . આ અગાઉ મેહુલ ચોકસીએ તમણે કહ્યું હતું કે,  ઈન્ટરપોલને એવું જણાવ્યું હતું કે, તેની વિરુધ્ધ રાજકીય ઈરાદાથી પ્રેરિત કાર્યવાહી થઈ રહી છે. મેહુલ ચોકસીએ તેની વિરુધ્ધ રેડ કોર્નર નોટિસ જારી નહિ કરવા માટે ઈન્ટર પોલને વિનંતી કરી હતી. મેહુલ ચોકસી પર 13,500 કરોડની રકમ બાબત બેન્ક સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. આ અગાઉ સીબીઆઈએ પીએનબી કૌભાંડના બે મુખ્ય આરોપીએ નીરવ મોદી અને મેહુલ ચોકસી વિરુધ્ધ રેડ-કોર્નર નોટિસ જારી કરવા માટે ઈન્ટરપોલને અનુરોધ કર્યો હતો.  

હવે ઈન્ટરપોલને મામલો ગંભીર હોવાની પૂરેપૂરી પ્રતીતિ થઈ હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.