પીએનબીનો કૌભાંડકાર નીરવ મોદી હાલમાં બ્રિટનમાં છે. …

0
806

 

પંજાબ નેશનલ બેન્કને રૂા. 14,500કરોડનો ચૂનો લગાડનાર ઝવેરાતના વેપારી નીરવ મોદી હાલ લંડનમાં હોવાનું ત્યાંની સ્થાનિક એજન્સીઓએ સમર્થન આપ્યુ હતું. બ્રિટનની  ઓથોરિટીએ ભારત સરકારને આ અંગે માહિતગાર કરી હોવાનું જાણવા મળ્યું હતું. નીરવ મોદી જુદા જુદા નામે છ પાસપોર્ટ ધરાવે છે. સીબીઆઈએ બ્રિટનની સરકારને નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે અનુરોધ કર્યો છે. આ અગાઉ એવું જણાવવામાં આવ્યું હતું કે, નીરવ મોદીનો ભારતીય પાસપોર્ટ 24મી ફેબ્રુઆરીના રદ કરી નાખવામાં આવ્યો હતો. આમ છતાં એ સતત સફર કરતો રહે છે. ભારતીય ઈમિગ્રેશન ઓથોરિટીના આંતરરાષ્ટ્રીય સ્તરે માહિતી પૂરી પાડવાના અને તેનું વ્યવસ્થિત સંચાલન કરવાના સૂત્રોના અભાવે નીરવ મોદીએ પરિસ્થિતિનો ફાયદો ઊઠાવ્યો હતો.આંતરરાષ્ટ્રીય કક્ષાએ દરેક દેશમાં કાનૂની કાર્યવાહીનું સંચાલન જુદુ જુદુ હોવાથી એકસૂત્રતાનો અભાવ છે, આથી નીરવ મોદીના આરોપ વિષયક માહિતી અને ભારત સરકારના કાનૂની પગલાં બાબત સક્રિયપણે કામગીરી થઈ શકી નથી.